અંબાજીમાં સવિશેષ વૈશ્વિક મંગલ યજ્ઞનું આયોજન

ભગવાન શ્રી રામની જન્મભુમીની ચળવળ ને લઇ સોનેરી અક્ષરે લખાશે. આયોધ્યાની ઐતિહાષીક ધાર્મીક નગરી અયોધ્યામાં આજે ભગવાન શ્રી રામનાં મંદિરનું શિલાન્યાસ સંપન્ન થયો છે. ત્યારે તેની ખુશી માં દેશ નાં અનેક શહેરોમાં રંગારંગ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ધાર્મીક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ભગવાન શ્રી રામ જન્મવાળી વિવાદી ભુમી પણ સુપ્રીમ કોર્ટે રસ્તો સરળ કર્યા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે સીલાન્યાસ સંપન્ન કરવામાં આવ્યો.
જેને લઇ અંબાજી મંદિર માં સ વિશેષ વૈશ્ર્વીક મંગલ યજ્ઞ નું પણ આયોજન મંદિર નાં વહીવટદાર અને ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવ્યો હતો.
આ સાથે મંદિર ની યજ્ઞ શાળા માં દેવીરાજોપચાર પુજા કરવામાં આવી હતી.આ સાથે બ્રાહ્મણો દ્વારા હનુમાન ચાલીસા નાં પાઠ પણ કરવામાં આવ્યા હતા. જોકે આ કાર્યક્રમ વૈષ્વીક મંગલ કાર્ય સહીત રામ મંદિરની શિલાન્યાંસ નિર્વિગ્ને પુર્ણ થાય ને ફરી રામ રાજ્ય સ્થાપિત થાય તેવાં હેતુસર હોમ યજ્ઞ કરવામાં આવ્યાં હોવાનુ ડેપ્યુટી કલેકટર અને વહીવટદાર,મંદિર ટ્રસ્ટ.ના એસ.જે.ચાવડાએ જણવ્યુ હતુ.
મહેન્દ્ર અગ્રવાલ (અંબાજી)