ભારતીય દેશી રમતગમતને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપવામાં આવશે : ડો.કિરીટ સોલંકી

- ભારતીય રમતો વિકાસ સંગઠનના પ્રમુખ તરીકે અરૂણકુમાર સાધુની પસંદગી
- ભારતીય રમત વિકાસ સંગઠનના સંયુક્ત સચિવ અને ટીના કૃષ્ણદાસની સંયુક્ત સચિવ તરીકેની પસંદગી
આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતીય સ્વદેશી રમતોનુ પ્રભુત્વ ઓછું રહેલ છે ત્યારે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જી એ “ખેલો ઇન્ડિયા” મંત્ર દ્વારા ભારતમાં રમતો પ્રત્યે લોકો વધુ સારી રીતે જોડાય તેમજ મૂળ ભારતીય સ્વદેશી રમતો નો આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિકાસ થાય તે માટે કેન્દ્રીય રમતગમત પ્રધાન કિરણ રિજ્જુ જી ના નેતૃત્વમાં અનેકવિધ યોજનાઓ બનાવી છે જેના ભાગરૂપે ભારતીય રમતો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મોટા પ્રમાણમાં રમવામાં આવે તે માટે ભારતના વિવિધ રાજ્યોમાં ખેલ જગત સાથે સંકળાયેલ રમત જગતના મહારથીઓ, વિવિધ યુનિવર્સિટીમાં સ્પોર્ટસ ડાયરેક્ટરના પદ ઉપર નિયુક્ત ડાયરેક્ટરશ્રીઓ, સ્વદેશી રમતો આધારિત રાષ્ટ્રીય કક્ષાના સ્પોટ્ર્સ ફેડરેશનનો ના પદાધિકારીઓ દ્વારા લોકસભા ના પેનલ સ્પીકર, અનુસૂચિત જાતિ જનજાતિ સંસદીય કલ્યાણ સમિતિના ચેરમેન અને અમદાવાદ પશ્ચિમ ના સાંસદ ડાૅ. કિરીટભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ હરિયાણા ખાતે ઇન્ડિયન ગેમ્સ ડેવલપમેન્ટ ઓર્ગનાઈઝેશનની રચના કરવામાં આવી જેના અધ્યક્ષ તરીકે અરુણકુમાર સાધુ ની અને રાષ્ટ્રીય સહમંત્રી તરીકે ટીના ક્રિષ્ના દાસ ની વરણી કરવામાં આવી છે.
તદુઉપરાંત ઇન્ડિયન ગેમ્સ ડેવલપમેન્ટ ઓર્ગનાઈઝેશન નાં વિવિધ પદ ઉપર દેશની ખ્યાતનામ યુનિવર્સિટીઓના સ્પોર્ટસ ડાયરેક્ટરશ્રીઓ સ્વદેશી રમતોના રાષ્ટ્રીય ફેડરેશનના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. ઇન્ડિયન ગેમ્સ ડેવલપમેન્ટ ઓર્ગનાઈઝેશન દ્વારા આગામી સમયમાં સ્વદેશી ભારતીય રમતો ને વિશ્વના વિવિધ દેશોમાં પ્રચલિત કરવા માટે ભારત સરકારના રમતગમત મંત્રાલયના સહયોગથી ડોક્ટર કિરીટભાઈ સોલંકી ના સુચારુ માર્ગદર્શન હેઠળ ઓલમ્પિક ની તર્જ ઉપર આયોજન કરીને રમાડવામાં આવશે જેમાં ભારતીય સ્વદેશી રમતોનો પ્રથમ ખેલ મહાકુંભ ૨૦૨૨માં અમેરિકાના ન્યૂજર્સી ખાતે યોજાશે એમ ઇન્ડિયન ગેમ્સ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના મીડિયા પ્રભાગ ના અધ્યક્ષ શ્રી બદ્રીનાથ પાંડે એ જણાવ્યું હતું.