વાવડીમાં મકાનનુ મનદુ:ખ રાખી, પિતા-પુત્ર પર હુમલો

- પાઈપ-ધોકા વડે માર મારી ધમકી આપી
જોડીયા તાલુકાના વાવડી ગામે રહેતા હરીભાઇ રવાભાઈ ડાંગર નામના વૃદ્ધ પોતાના તથા પુત્ર જનક પર લોખંડના પાઇપ અને લાકડાના ઘોડા વડે હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ગામમાં રહેતા ભાવેશ મુરૂભાઇ ડાંગર અને મનીષ મુરૂભાઇ ડાંગર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઇજાગ્રસ્ત વૃધ્ધ અને તેના પુત્ર પર સામાવાળા બંને શખ્સોએ મકાન બાબતનું મનદુઃખ રાખી એકસંપ કરી આ હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવની ભોગગ્રસ્ત ફરીયાદ પરથી જોડીયા પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે આ બનાવે નાના એવા ગામમાં પણ ભારે ચકચાર જગાવી છે.
– રોહિત મેરાણી (જામનગર)