કાલથી માસ્ક વગર બહાર નીકળ્યા તો 500ના બદલે 1000નો ચાંલ્લો

અમદાવાદ : હાલમાં કોરોના મહામારીનો જોર દિવસે દિવસે વધતો જાય છે. જયારે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી સુઓમોટો સુનવણીમાં માસ્ક વગર ફરતા લોકો સામે રૂપિયા 500ના બદલે 1000 રૂપિયા દંડ વધારવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે માસ્ક વિના ફરતા લોકો સામે દંડ વધારાની ટકોર કરતા આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જણાવ્યું છે કે હાઈકોર્ટે આપેલા ચુકાદાનો કાલથી એટલે 11ઓગસ્ટ મંગળવારથી અમલ કરવામાં આવશે.
જો કોઈ વ્યક્તિ 11 ઓગસ્ટ મંગળવારથી માસ્ક વગર દેખાશે તો તેને 500ના બદલે હજાર રૂપિયા દંડ કરવામાં આવશે. તેમણે ટૂંક સમયમાં આવતા તહેવાર જન્માષ્ટમી નિમિત્તે નાગરિકોને અપીલ કરી છે કે જન્માષ્ટમી જન્માષ્ટમી સહિતના તહેવારોમાં બહાર નીકળીને વધુ ભીડભાડ ના કરે કારણકે કોરોના સંક્રમણ ભીડભાડથી વધુ ફેલાય છે. તેથી તેમણે સૌ નાગરિકોને જન્માષ્ટમીનો તહેવાર ઘરે ઉજવવા અપીલ કરી છે. સરકારે આગામી સમયમાં આવતા તહેવારો પણ જાહેરમાં ઉજવણી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં સાતમ આઠમ ના મેળા અને ગણેશોત્સવની ઉજવણીની પણ પરવાનગી આપી નથી.