અંબાજી ખાતે આજે 17 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા, 2 પોઝેટીવ આવ્યા

Spread the love

ગુજરાત ના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે છેલ્લા 4 દિવસ થી રેપીડ કીટ દ્વારા કોરોના ટેસ્ટ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે અને આ કારણે અંબાજી ખાતે દાંતા આરોગ્ય વિભાગ ના ઉપક્રમે કોરોના ટેસ્ટ કરવાની કામગીરી છેલ્લા 4 દિવસ થી શરુ છે જેમા અંબાજી ના માનસરોવર પાછળ આવેલા હેલ્થ વેલનેસ કેન્દ્ર ખાતે ધન્વંતરી રથ દ્વારા રેપીડ કીટ દ્વારા દાંતા મેડીકલ ઓફિસર ડો. તુષાર ત્રિવેદી અને તેમના સ્ટાફ દ્વારા પી પી ઈ કીટ પહેરીને કોરોના ના ટેસ્ટ કરવામાં આવે છે અને જેનો રિપોર્ટ પણ ગણતરી ના મિનિટો મા સ્થળ ઉપર આપવામાં આવે છે આજે પણ 17 લોકો ના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમા 15 લોકો ના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા અને 2 લોકો ના રિપોર્ટ પોઝેટીવ આવ્યા હતા

આરોગ્ય વિભાગ થી મળતી માહિતી પ્રમાણે અંબાજી ખાતે પહેલા દિવસે 27 લોકો ના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમા એક વ્યક્તિ ને કોરોના પોઝેટીવ આવ્યો હતો ત્યારબાદ બીજા દિવસે 20 લોકો ના કોરોના ટેસ્ટ રવામાં આવ્યા હતા જેમાં બધા લોકો ના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા અને આ પહેલા 6 ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા જેમા પણ તમામ લોકો ના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા .મંગળવારે 22 લોકો ના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમા 1 યુવક ને કોરોના પોઝેટીવ આવ્યો હતો . આજે બુધવારે 17 લોકો ના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમા અંબાજી ખાતે રહેતા 2 લોકો ના કોરોના પોઝેટીવ આવ્યા હતા. આમ અંબાજી ખાતે કોરોનાનું હોટ સેન્ટર ક્રિષ્ના ફ્લેટ વિસ્તાર રહ્યો હતો.

કોરોના દર્દીના નામ

[1] પટેલ રિદ્ધિ બેન નટવરલાલ [બુધવારે આવ્યો] [2] ઉપાધ્યાય પાર્થ પ્રદીપભાઈ [બુધવારે આવ્યો] [3] ઝાલા રાજવીરસિંહ ઇન્દ્રજીત સિંહ [મંગળવારે આવ્યો] [4] વ્યાસ ઉમંગ મનીષ ભાઈ [રવીવારે આવ્યો]

ક્રિષ્ના ફ્લેટ ને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે

અંબાજી ના પોલીસ સ્ટેશન પાસે આવેલી ક્રિષ્ના ફ્લેટ મા બે દિવસ મા કુલ ત્રણ કોરોના પોઝેટીવ આવતા આરોગ્ય વિભાગ દોડતુ થઇ ગયુ હતુ અને આ વિસ્તાર ને તાત્કાલીક ધોરણે કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ,અંબાજી ખાતે હવે આરોગ્ય વિભાગ દ્વારા રેપીડ કીટ દ્વારા કોરોના ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરાતા કોરોના પોઝેટીવ દર્દીઓ ધીમે ધીમે બહાર આવી રહ્યા છે અને એક બે દિવસ મા ક્રિષ્ના ફ્લેટ વિસ્તાર ને કન્ટેન્ટ મેન્ટ ઝોન જાહેર કરાય તેવી તંત્ર દ્વારા દરખાસ્ત મોકલવામાં આવી છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે.

4 દિવસમા 92 લોકોના ટેસ્ટ કરાયા

શક્તિપીઠ અંબાજી ખાતે 4 દિવસ મા કુલ 92 લોકો ના કોરોના ટેસ્ટ રેપીડ કીટ દ્વારા કરાયા હતા જેમા ચાર લોકો ના પોઝેટીવ કેસ આવતા તંત્ર દોડતુ થઇ ગયુ હતુ અને હજી પણ અંબાજી ખાતે કોરોના ટેસ્ટીંગ ની કામગીરી સરકાર દ્વારા ચાલુ રહેનાર છે આ કામગીરી મા દાંતા મેડીકલ ઓફિસર ડોક્ટર તુષાર ત્રિવેદી અને
ડોક્ટર યતીન મોદી સહીત નો સ્ટાફ હાજર રહ્યો હતો.

Amit Patel

Amit Patel

Right Click Disabled!