મહિલાની માનવતા : વરસતા વરસાદ વચ્ચે ગટરનાં ઢાંકણા પર 7 કલાક સુધી ઉભી રહીને લોકોનો જીવ બચાવ્યો

મહિલાની માનવતા : વરસતા વરસાદ વચ્ચે ગટરનાં ઢાંકણા પર 7 કલાક સુધી ઉભી રહીને લોકોનો જીવ બચાવ્યો
Spread the love
  • હવે લોકો તેની મદદ માટે આગળ આવી રહ્યા છે

જો ભારે વરસાદની વચ્ચે તમારું ઘર તણાઈ જાય અને રહેવા માટે કોઈ આસરો ન હોય તો સૌથી પહેલા તમે તમારી ચિંતા કરશો. પરંતુ દુનિયામાં ઘણા એવા લોકો છે જે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતાનું નહીં પણ બીજાનું વિચારે છે. માનવતા મહેકાવતી આવી જ એક ઘટના સામે આવી છે.50 વર્ષની કાંતા મૂર્તિ કલન વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું હોવાથી એક ગટરના ઢાંકણા પાસે સતત 7 કલાક સુધી ઉભી રહી અને આવતા જતા લોકોને નિર્દેશ કરતી રહી જેથી તેમાં કોઈ પડી ન જાય. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તે સ્થળે પહોંચ્યા નહીં ત્યાં સુધી તે ઉભી રહી હતી.

2017માં ભારે વરસાદના કારણે ગટરમાં એક યુવક પડી ગયો હતો તે નહોતી ઈચ્છતી કે ફરી વખત આવું થાય. 29 ઓગસ્ટ 2017ના રોજ ડો. દીપક અમરાપુરકરનું મુંબઇના પરેલ વિસ્તારમાં ગટરમાં પડી જવાને કારણે મૃત્યુ થયું હતું. બે દિવસ બાદ વરલીથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.લોકોની મદદ કરવામાં કાંતાનો જુસ્સો રંગ લાવ્યો. સાત કલાક સુધી એક જ જગ્યાએ ભૂખી તરસી ઉભી રહીને લોકોને બચાવવા માટે આ મહિલાની પ્રશંસા કરવામાં આવી રહી છે. મુંબઈના સ્થાનિક રહીશો અને પોલીસ પણ તેમના તૂટેલા ઘરને ફરીથી સરખું કરવામાં મદદ કરી રહ્યા છે.

કાંતા મુંબઈના દાદર સ્થિત માર્કેટમાં ફૂલ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમને આઠ બાળકો છે, જેમાંથી અત્યારે બે તેમની સાથે રહે છે. બાકીના બાળકો લગ્ન થયા બાદ અહીંથી ક્યાંક બીજે રહેવા ચાલ્યા ગયા. તેમના પતિ 15 વર્ષ પહેલા ટ્રેન અકસ્માત દરમિયાન પેરેલાઈઝ્ડ થઈ ગયા. તેઓ વાશીમાં કાંતાથી અલગ રહે છે.કાંતાના બે બાળકો સ્કૂલમાં ભણે છે. 3 ઓગસ્ટના રોજ ભારે વરસાદના કારણે જ્યારે તુલસી પાઈપ રોડ પર પાણીનું સ્તર વધવા લાગ્યું તો આ પરિવારની મુશ્કેલી વધી ગઈ. આ રોડ અને ફૂટપાથ પર 3 ફુટ પાણી ભરાઈ ગયા હતા અને રસ્તા પર ઉભેલી બાઈકો તણાવા લાગી હતી.

કાંતાએ જોયું કે, BMC વર્કર્સ પણ અહીં મદદ માટે નથી. પાણીનું સ્તર વધતું જોઈને તેણે જાતે જ કંઇક કરવાનું નક્કી કર્યું.સવારે છ વાગ્યે, તેઓ એક જાડા કાપડ સાથે રસ્તા પર આવ્યા અને રસ્તા પર આવેલી ગટરનું ઢાંકણું એક અન્ય વ્યક્તિની મદદથી ખોલ્યું જેથી રસ્તામાં ભરાયેલું પાણી તેમાં જતું રહે. પરંતુ ત્યારબાદ પણ પાણી ઓછું ન થયું. ત્યારબાદ કાંતા પાછી આવી અને સવારે 6થી બપોરે 1 વાગ્યા સુધી ટ્રાફિકને કંટ્રોલ કરતી રહી. તેને ડર હતો કે આ ગટરના કારણે કોઈનો પણ જીવ જઈ શકે છે. કાંતા કહે છે, આ ઘટનાના બીજા જ દિવસે BMCના કેટલાક કાર્યકરો આવ્યા અને પૂછ્યું કે મેં ગટરનું ઢાંકણું કેમ ખોલ્યું. તો મેં કહ્યું તે સમયે મને જે યોગ્ય લાગ્યું મેં કર્યું. તે ઉપરાંત મારી પાસે કોઈ ઉપાય નહોતો.

વરસાદનું પાણી ઝડપથી વહી રહ્યું હતું. ત્યારે પણ રસ્તામાં કોઈએ મારી મદદ ન કરી.અત્યારે કાંતા દ્વારા કરવામાં આવેલા પ્રશંસનીય કાર્યથી પ્રભાવિત થઈને વિવિધ સંસ્થાઓ અને લોકો તરફથી અત્યાર સુધીમાં 1.5 લાખની સહાય મળી છે. આ પૈસાથી તે ફરીથી પોતાના બાળકોનો અભ્યાસ ચાલું રાખશે અને પોતાનું ઘર સરખું કરાવશે. ## IPS અધિકારી દીપાંશુ કાબરાએ એક વીડિયો શરે કરીને લખ્યું છે, “મુંબઈ સ્પિરીટ … વરસાદથી આખું શહેર ડૂબી ગયું છે…માટુંગાની આ ગટરમાં કોઈ ન પડી જાય… એટલા માટે આ મહિલા 5 કલાક સુધી ત્યાં ઉભી રહી અને લોકોને નિર્દેશ આપતી રહી..તેમણે આગળ લખ્યું, “દરેક વ્યક્તિ આપત્તિમાં પોતાનો જીવ બચાવે છે … એવા લોકો પણ હોય છે જે પોતાનું નહીં બીજાનું પણ વિચારે છે.

Screenshot_20200813_081259-0.jpg IMG_20200813_081525-1.jpg

Admin

Yogesh Patel

9909969099
Right Click Disabled!