ભાદરવી પૂનમ સંઘના પ્રતિનિધિને અંબાજી મંદિરથી 1400 ધજા આપવામાં આવી

દેશના 51 શક્તિપીઠ માં સૌથી મોટું મહત્વ ધરાવતુઅંબાજી શક્તિપીઠ ત્રણ સો વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર અંબાજી ખાતે ભાદરવી મહાકુંભ યોજાશે નહીં . અરવલ્લીની ગિરિમાળાઓમાં આ વખતે બોલ મારી અંબે જય જય અંબે નો નાદ સાંભળવા મળશે નહીં , શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી આજરોજ અંબાજી મંદિર માં 51 શક્તિપીઠ ના બ્રાહ્મણો દ્વારા ધજા પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભાદરવી પૂનમ સંઘના અધિકારીઓ હાજર રહ્યા હતા.
ભાદરવી પૂનમ સંઘના અધિકારીઓ સાથે અંબાજી મંદિરના વહીવટદાર એસ જે ચાવડા ની હાજરીમાં ધજા પૂજન કાર્યક્રમ મંદિર ની અંદર યોજાયો હતો . પૂજન કર્યા બાદ 1400 ધજાઓ ભાદરવી પૂનમ સંઘના અધિકારીઓ ને આપવામાં આવી હતી . સંઘના અધિકારીઓ ગુજરાતના વિવિધ ગામોમાં ગુજરાત ના વિવિધ ગામો થી સંઘ ચાલતા આવતા હતા ત્યાં ધજા મોકલી ગામના પાદરે ઝાડ પર ફરકાવવામાં આવશે. અંબાજી મંદિર ભાદરવી મેળા દરમિયાન બંધ રહેશે અને મેળા દરમિયાન ભક્તોને ઓન લાઈન દર્શન ઘરે બેઠા મળી રહેશે તેવી વ્યવસ્થા ટ્રસ્ટ તરફથી કરવામાં આવી છે.