રાજ્યના શિક્ષણ મંત્રીએ જ્યારે વિધાર્થીના ઘેર જઈને એને અભિનંદન પાઠવ્યા..!!!

મોટી ઇસરોલ : આ વાત દક્ષિણના એક રાજ્ય કર્ણાટકની છે.એક છાત્રને પ્રોત્સાહિત કરવા એને અભિનંદન પાઠવવા જ્યારે રાજ્યના શિક્ષણ મંત્રી તેના ઘરે સામેથી જાય છે અને એના સાવ નાના. સામાન્ય ઝુંપડા જેવા ઘરમાં નમીને પ્રવેશ કરી ઘરમાં આ છાત્ર અને પરિવાર સાથે નીચે જ બેસી જાય છે.ઘરમાં જગ્યા ખૂબ જ સાંકળી છે. આ ઘરમાં એ છાત્રની સામે બેસી એને અભિનંદન આપવા સાથે એની આ આટલી ભવ્ય સફળતાનું રહસ્ય પૂછી રહ્યા છે અને આટલી બધી અસુવિધા છતાં અધધધ..માર્ક્સ મેળવવા બદલ ખુશી વ્યક્ત કરી ધન્યવાદ આપે છે.
હા..ધન્યવાદ આપવા શિક્ષણ મંત્રી પોતે એટલા માટે એના ઘરે આવ્યા કેમ કે કર્ણાટકમાં ધો ૧૦ ની લેવાયેલી પરીક્ષામાં મહેશ નામના આ વિદ્યાર્થીએ ૬૨૫ માંથી ૬૧૬ માર્ક મેળવ્યા ..!! માત્ર 9 માર્ક્સ જ ઓછા… અને આ સાંભળીને . રાજ્યના શિક્ષણમંત્રી શ્રી સુરેશે આ વિદ્યાર્થીના ઘેર તેને રુબરુ અભિનંદન આપવા ગયા. ઘરની સ્થિતિ જોઇને તમે સમજી શકાય કે આ વિઘાર્થી કેવી રીતે અભ્યાસ વાંચી અવ્વલ નંબરે આવ્યો હશે.!! શિક્ષણ મંત્રી તેની મુલાકાત માટે તેના ઘરે આવી વાકેફ થયા. આવું કયાંય જૉવા મળે છે ?!!
પ્રભુદાસ પટેલ (મોટી ઇસરોલ)