શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહની સ્કૂલ સંચાલકોએ ફોર્મ્યુલા ફગાવી
ગાંધીનગર કોરોનાની સ્થિતિમાં વાલીઓ પાસે બેફામ ફી ઉઘરાવતા ખાનગી શાળા સંચાલકો પર હાઈકોર્ટે લગામ લગાવ્યા બાદ પણ શિક્ષણ વિભાગ દ્વારા 15 દિવસ સુધી કોઈ કામગીરી ના કરતા શાળા સંચાલકો સાથે શિક્ષણમંત્રીએ બેઠક કરી હતી. પરંતુ સંચાલકોએ ફી ઘટાડવાની ફોર્મ્યુલાને નકારી કાઢી માત્ર ગરીબ વિદ્યાર્થીઓને જ માફી આપવાની વાત કરી રવાના થઈ ગયા હતા. ગુજરાતમાં હાલ શાળામાં ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું હોવા છતાં ખાનગી શાળા સંચાલકો ટ્યુશનની સાથે બધી જ ફી ઉઘરાવતા હોવાથી સરકારે રોક લગાવી હતી, તેની સામે સંચાલકો હાઈકોર્ટમાં જતા કોર્ટે પણ માત્ર ટ્યુશન ફી જ લેવા અને તેના માટે શિક્ષણ વિભાગ અને સંચાલકોએ સાથે બેસીને નિર્ણય કરવાનો આદેશ કર્યો હતો.
હાઇકોર્ટના 5 ઓગસ્ટના આદેશ બાદ 15 દિવસ સુધી શિક્ષણ વિભાગ કે સંચાલકો સાથે કોઈ બેઠક કરવામાં આવી નહોતી, જે પ્રથમ બેઠક નિષ્ફળ રહી, વધુ બેઠક કરાશે આ બેઠકમાં રાજ્ય સરકારે તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓની ફીમાં 15થી 25 ટકા સુધીની ફી માફી આપવાની દરખાસ્ત મૂકી હતી. જેને ખાનગી સ્કૂલ સંચાલકોએ ફગાવી દીધી છે. જેથી ફીના મામલે પ્રથમ બેઠક નિષ્ફળ નિવડી હતી. આવતા દિવસોમાં વધુ બેઠક કરવામાં આવશે.આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓની જ ફી માફ કરવા સંચાલકો તૈયારખાનગી શાળા સંચાલકોએ સરકારને એવી ઓફર કરી હતી કે, આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓની ફી ઓછી કરવાની તૈયારી છે. પરંતુ તમામે તમામ વિદ્યાર્થીઓને ફીમાં રાહત આપવા સહમત નથી.
સંચાલકોએ સરકારને એવું સૂચન કર્યુ હતું કે, સ્કૂલ ટ્યુશન ફીમાં રાહત આપવા માટે કમિટીની રચના કરવામાં આવે. કોરોના લોકડાઉનને કારણે નાણાંકીય સંકટ ધરાવતા વાલીઓના સંતાનોને ફીમાં રાહત માટે ફી નિર્ધારણ સમિતિને જવાબદારી સોંપવામાં આવે.સંચાલકોએ બેઠકને ફ્લોપ કહી, શિક્ષણ મંત્રી વધુ બેઠકો યોજવા મક્કમખાનગી શાળા સંચાલકોના સૂત્રોએ એમ જણાવ્યું હતું ,કે રાજ્ય સરકાર સાથેની બેઠક ફ્લોપ નિવડી હતી અને હવે તેઓ દ્વારા ગુજરાત હાઈકોર્ટને દરખાસ્ત સોંપવામાં આવશે. શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહએ જણાવ્યું હતું કે, ફી મુદ્દે પ્રથમ જ બેઠક હતી. સરકાર વાલીઓને સ્કૂલ ફીમાં રાહત અપાવવા માટેના પ્રયત્નો જારી રાખશે. ખાનગી શાળાના સંચાલકો સાથે વધુ બેઠક થશે.