આપઘાત કરનાર પરિણીતાએ બે પાનાની સુસાઈડ નોટ લખી હતી

સુરત શહેરમાં શહેરના પુણા વિસ્તારમાં ગત 18મીના રોજ દીકરી સાથે પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ પિયરવાળાના આક્ષેપો બાદ પોલીસે પતિ સહિત સાસરીયાના પાંચ સભ્યો વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી છે. જોકે, પરિણીતાએ લખેલી સુસાઈડ નોટ સામે આવી છે. જેમાં તેણે પોતાની મરજીથી આપઘાત કર્યો હોવાનો ખુલાસો કર્યો છે. જ્યારે દીકરીને કેમ સાથે લઈને આપઘાત કર્યો તેનો પણ ખુલાસો કર્યો છે. ઘટના શું હતી? પુણા વિસ્તારમાં મગોબ પાસે સીએનજી પંપ પાછળ રૂદ્રમણી એપાર્ટમેન્ટમાં આશિષ દેવેન્દ્ર સોમાની પરિવાર સાથે રહે છે. મૂળ ઉત્તરાંચલના કોડદ્વારના વતની આશિષ દેવેન્દ્ર સોમાની વીસેક વર્ષથી સુરતમાં રહે છે. પાંચેક વર્ષ પહેલા તેમના પ્રેમલગ્ન કોમલ સાથે થયા હતા. આશિષ ઉધનામાં બીઆરસી વિસ્તારમાં સાડી પેકિંગ માટેના બોક્સનું કારખાનું ધરાવે છે. પરિવારમાં માતા-પિતા ઉપરાંત પત્ની કોમલ દીકરી મિસ્ટી (3 વર્ષ) અને ભાઈ-ભાભી છે.સોમવારે બપોરે સાડા ત્રણેક વાગે ઘરમાં કોમલની સાસુ અને જેઠાણી હતા. તે સમયે કોમલ દીકરી મિસ્ટી સાથે પાંચમા માળે ધાબા પર ગઈ હતી. પાંચમા માળેથી કોમલે મિસ્ટી સાથે પડતું મૂક્યું હતું. બંનેનું સ્થળ પર મોત નિપજ્યું હતું.
લોકોએ પરિવારને જાણ કરી હતી.પરિવારે પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં કોમલના પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા અને કોમલના પિતાએ ફરિયાદી બની કોમલના પતિ સહિત સાસરીયાના પાંચ સભ્યો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જ્યારે પોલીસે કોમલ વિરુદ્ધ દીકરીની હત્યાનો ગુનો પણ દાખલ કર્યો છે.પરિણીતાના ભાઈના આક્ષેપકોમલના ભાઈ સુરજ અગ્રવાલે જણાવ્યું કે કોમલના લગ્નને પાંચ વર્ષ થયા છે. એકાદ વર્ષ સારૂ રાખ્યું પરંતુ ત્યાર બાદથી સતત કોમલનો અપમાન કરવામાં આવતો હતો. કોમલના જેઠ અભિષેક સી.એ. છે અને તેની પત્ની નિકિતા જોધપુરના સંપત્તિવાન પરિવારની છે.તેથી તેના પિયરિયાઓ રૂપિયાવાળા હોવાથી તેને અવાર-નવાર મોંઘી ભેટસોગાતો આપ્યા કરે છે. જ્યારે અમે સામાન્ય પરિવારથી હોવાથી અમે કોમલને નિકિતા જેટલું આપી શકતા ન હતા. નિકિતા જ્યારે પણ જોધપુરથી કાંઈ લાવતી હતી ત્યારે તેઓ કોમલનું અપમાન કરતા હતા. કોમલના પતિ આશિષે શેરબજારમાં 70 લાખ ગુમાવ્યા હતા. તે ઇનડાયરેક્ટ અમારી પાસેથી કઢાવવા માંગતો હતો. અમને કહ્યું કે કોલસાના વેપારમાં એક કરોડ નું રોકાણ કર્યું છે તેથી મને હાલ 20 લાખ આપો. અમારી પાસે રૂપિયા ન હોવાથી આપ્યા નહતા.
કોમલની બહેનના લગ્ન થયા હતા. ત્યારે પણ આશિષના પરિવારે 5 લાખ માંગ્યા હતા.પોલીસ ફરિયાદમાં આક્ષેપપોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે, કોમલે આશિષ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તે સમયે કોમલના પિતાએ આઠેક લાખનું કરિયાવર આપ્યું હતું. લગ્નના એકાદ વર્ષથી તેને ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. કોમલને દીકરી જન્મતા સાસરિયાઓ ખુશ ન હતા. કોમલની ડિલિવરીનો ખર્ચો પણ કોમલના પિતા પાસે માંગ્યો હતો. કોમલને દીકરીનો જન્મ થયો ત્યારે તેઓએ કોમલને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપીને ફરીથી કરિયાવર માંગતા 1 લાખનું સોનું-ચાંદી અને કપડા આપ્યા હતા. 2018માં તો કોમલને તેના સસરાએ તમાચો પણ માર્યો હતો.કોમલને હેરાન કરતા અલગ રહેવાનું કહેતી હતી ત્યારે કોમલના સસરાએ કહ્યું કે અમે અમારા દીકરાને અલગ નહીં કરીશું તમારે તમારી દીકરી લઈ જવી હોય તો લઈ જાવો.
કોમલના પિતાએ એટલે સુધી કહ્યું કે નહીં ફાવતું હોય તો કોમલને ડિવોર્સ આપી દેવા. ત્યારે કોમલના સાસરિયાઓએ કહ્યું ડિવોર્સ નહીં આપશે.ત્યાર બાદ કોમલના જેઠ-જેઠાણી એક વર્ષ માટે દિલ્હી રહેવા ગયા ત્યારે ઘરમાં કોઈ હેરાનગતી ન હતી. બાદમાં પરત આવતા ઝઘડા શરૂ થતાં કોમલ ત્રસ્ત થઈને ઘર છોડીને ચાલી ગઈ હતી.ત્યારે તે અડાજણમાં સ્વામીનારાયણ મંદિરમાં મળી હતી.આઠેક મહિના પહેલા આશિષે સસરા પાસે 5 લાખ માંગ્યા હતા.15 ઓગસ્ટના રોજ કોમલ અને તેની જેઠાણી વચ્ચે ઝઘડો થતા જેઠાણીએ કોમલની હાથની આંગળી મોચવી નાખી હતી.18 મી તારીખે બપોરે સાડા ત્રણ વાગે કોમલે આશિષને ફોન કરીને કહ્યું કે મને માફ કરજો હું જાવું છું.
ત્યારબાદ કોમલે આત્મહત્યા કરી લીધી હતી.સુસાઈડ નોટમાં શું લખ્યું છેહું કોમલ આશિષ સોમાની આત્મહત્યા કરી રહી છું. મને માફ કરી દેજો. આ આત્મહત્યા પોતાની મરજીથી કરી રહી છું. આ આત્મહત્યામાં મારા સાસરીયાવાળા અને મારા પિયરવાળાની કોઈ ભૂલ નથી. મારા સાસરીયાવાળા અને મારા પિયરવાળા બંનેએ મને એટલો પ્રેમ આપ્યો છે કે કોઈ નસીબવાળી હોય તેને જ આટલો પ્રેમ મળે. મારા પતિ દુનિયાના સૌથી સારા પતિ છે. નસીબવાળાને જ આવો પતિ મળે છે. ખામી મારામાં જ છે. હું એક સારી છોકરી નથી. મારા કારણે બધાને દુઃખ થયું. મે બધાને દુઃખ આપ્યું છે. જેના માટે મને માફ કરજો. હું મારી દીકરીને લઈને જાવ છું. કેમ કે મા વિના દીકરીનું ધ્યાન તો રાખવામાં આવે છે પણ મા જેવો પ્રેમ કોઈ કરી શકતું નથી.મને માફ કરી દેજો. મે મારી દીકરીને લઈને જાવ છું. સોનું ગુચ્ચુ(મિસ્ટી) તમારી જાન છે એ જાણું છું. મને માફ કરી દેજો હું ગુચ્ચુને લઈને જઈ રહી છું. મારા ગયા બાદ કોઈ રહતા નહી નહીતો મારા આત્માને શાંતિ નહીં મળે.
મને માફ કરજો. લોકોની વાતો પર ધ્યાન આપતા નહીં. ગુસ્સામાં માણસ કંઈ પણ કહે છે. મારા ગયા બાદ મારી તમામ વસ્તુ, સોનુ અને કપડા પિયરવાળાને આપી દોજો. મને માફ કરજો. હું આ ખૂબ જ વિચારી આ નિર્ણય લઈ રહી છું. પ્લીઝ મને માફ કરી દેજો પ્લીઝ. આઈ એમ સોરી, ગુચ્ચુને લઈને જઈ રહી છું. તમારી આંખોમાં હું આંસુ જોઈ નથી કરતા. તમેને આંધાધૂંધ પ્રેમ કરું છું. તમે મારી ખુશી માટે બધુ કર્યું, મને તમામ ખુશીઓ આપી પણ તેને હાયક નથી કે તમારે લાયક છું. મારી તમામ જીદ પુરી કરી દરેક ખુશી આપી અને મે તમને હંમેશા રડાવ્યા છે.
મને માફ કરજો. મે મારી તમામ તમને આપીને જઈ રહી છું. મારા અને ગુચ્ચુના જવામાં જવાબદારી મારો પરિવાર અને સાસરીયાવાળા ન હોવા જોઈએ. હું મારી મરજીથી સુસાઈડ કરી રહી છું. મારા કોઈ પણ પરિવારના સભ્યએ મારુ નુકસાન કર્યું નથી.દુષ્પ્રેરણા અને દહેજની ફરિયાદ નોંધાઈપરિણીતા કોમલના પિતા પ્રકાશે આશિષ (પતિ), દેવેન્દ્ર (સસરો), રચના (સાસુ), અભિષેક (જેઠ), નિકિતા (જેઠાણી) વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણા અને દહેજની ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા સુસાઈડ નોટને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે