ખેડબ્રહ્મા: મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં સ્વામી વિવેકાનંદ હોલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. covid-19 મહામારી ના વિકટ સમયમાં જરૂરિયાત મંદો ની સહાય માટે ખેડબ્રહ્મા ,પોશીના તાલુકાના, તાલુકા આરોગ્ય વિભાગ, જનરલ હોસ્પિટલ ખેડબ્રહ્મા, તાલુકા પંચાયત ખેડબ્રહ્મા,સાબરકાંઠા જિલ્લા પંચાયત વહીવટી તંત્ર, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હિંમતનગર ના ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાના યુવા મિત્રો એ સારી એવી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું હતું,
આ બ્લડ ડોનેશન કેમ્પમાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજેશ પટેલ, તાલુકા હેલ્થ અધિકારીશ્રી ડો.ગોસ્વામી જનરલ હોસ્પિટલ આરએમઓ ડો. પરીખ, જનરલ હોસ્પિટલનો તમામ સ્ટાફ, તાલુકા હેલ્થ ઓફિસ નો તમામ સ્ટાફ, સ્ટેશન શાળાના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ તથા ખેડબ્રહ્મા તાલુકાના શિક્ષક મિત્રો, તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવ્યો હતો.
ધીરુભાઈ ખેડબ્રહ્મા