ફ્રેન્ડસ યુવા સેવા ગૃપ દ્વારા 80 બાળકોને ભોજન

ફ્રેન્ડસ યુવા સેવા ગૃપ દ્વારા 80 બાળકોને ભોજન
Spread the love

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા આજ હળવદના અલગ અલગ સ્લમ એરિયાના ૮૦ જેટલા બાળકોને હોટલમાં ભરપેટ જમાડીને આનંદ કરાવ્યો જેમાં જુગલ સંજયભાઈ રબારી (રાજલ કૃપા હોટલ વાળા) આ પ્રોજેક્ટના દાતા રહ્યા હતા. ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા છેલ્લા ચાર વર્ષથી હળવદ ની અંદર અલગ અલગ પ્રોજેક્ટ કરવામાં આવે છે ત્યારે ગ્રુપના માજી પ્રમુખ વિશાલ જયસ્વાલ ને એક એવો વિચાર આવ્યો કે ઝૂપડપટ્ટી ના બાળકો ક્યારે પણ હોટેલમાં જઈને જમી શકે નહીં તેવામાં જો આવા બાળકોને હોટલમાં લઇ જઈ જમાડવામાં આવે તો તેમની ખુશીઓનો પાર ન રહે તે હેતુથી આજરોજ હળવદ અલગ અલગ વિસ્તારના સ્લમ એરિયાના ૮૦ જેટલા બાળકો ને હળવદ મધ્યમાં આવેલ હોટલ હરીદર્શન ખાતે ભરપેટ ભોજન કરાવવામાં આવ્યું સાથે તમામ બાળકો ને માસ્ક આપવામાં આવ્યા હતા. આમ બાળકોના મોઢા ઉપર એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ પ્રોજેક્ટને સફળ બનાવવા ગ્રુપના વિશાલ જયસ્વાલ, અજુભાઈ, મયુર ભાઈ પરમાર, વિશાલ દરજી, મયુરભાઈ ગાંધી, ઘનશ્યામભાઈ બારોટ, જય પટેલ, વિશાલ ગોસાઈ, સની ચૌહાણ, બીપીનભાઈ કાપડિયા,નાગજી સહિતના સભ્યોએ હાજરી આપી હતી.

Screenshot_2020-08-23-11-30-41-41.png

Admin

Jagdish Parmar

9909969099
Right Click Disabled!