રાજકોટમાં ઘરો નદીમાં અને રસ્તાઓ બેટમાં ફેરવાયા
રાજકોટ : શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણીની નદીઓ વહેતી થઇ હતી. ગોંડલ સહિત જિલ્લામાં સરેરાશ છ ઇંચ જેટલો વરસાદ ખાબકતા નદીઓમાં પૂર આવ્યા છે જ્યારે શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જતા એક હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. લોકોના ઘરોમાં પાણી ભરાઇ જતા કફોડી હાલતમાં મુકાયા હતા. રાજકોટ જિલ્લો હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે.
જિલ્લાના ૯ ડેમ છલોછલ ભરાઇ ચૂક્યા છે જ્યારે ૧૫ ડેમ થયા ઓવરફલો થયા છે. ગોંડલ અને રાજકોટમાં એસડીઆરએફની ટુકડી તૈનાત કરવામાં આવી છે અને પ્રાંત અધિકારી મામલતદાર સહિતના અધિકારીઓની રજા રદ કરાઇ છે. સવાર સુધીમાં મોસમનો સરરેાશ ૮૫૭ મિ.મી એટલે કે ૩૪.૨૮ ઈંચ વરસાદ પડ્યો હતો. વરસી રહેલા ભારે વરસાદના પગલે ઘરો નદીમાં અને રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. ઘરોમાં પાણી ઘૂસી જતાં તમામ ઘરવખરી પલળી ગઈ હતી.