અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપી સાથે ભોગબનનારને શોધી કાઢતી ગાંભોઇ પોલીસ
પોલીસ મહાનિદેશકશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર એ રાજયમાં ગુમ/અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા માટે ખાસ ડ્રાઇવ આપેલ છે જે અન્વયે પોલીસ મહાનિરીક્ષકશ્રી, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી. ચૈતન્ય રવિન્દ્ર મંડલીક, સા., તથા શ્રી કે.એચ.સર્યવંશી સા. નાયબ પોલીસ અધિક્ષક હિંમતનગર વિભાગ, તથા શ્રી કે.એમ.વાઘેલા, સર્કલ પોલીસ ઇન્સ. સા. હિંમતનગર સર્કલ ની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ગુમ થયેલ બાળકોને શોધી કાઢવા સુચના કરેલ છે જે અન્વયે પો.સ.ઇ. જે.આર.દેસાઇ, તથા સે. પો.સ.ઇ. એમ.એચ. પરાડીયા તથા હે.કો. મહેશભાઇ માવજીભાઇ તથા અ.પો.કો. અમૃતભાઇ ભગાભાઇ તથા પો.કો. અશ્વિનકુમાર સુરેશભાઇ તથા પો.કો. ભરતસિંહ દિપસિંહ નાઓએ ટેકનીકલ સર્વેલન્સની મદદથી તથા ખાનગી બાતમીદારથી બાતમી મળેલ.
ગાંભોઇ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં-૫૭/૨૦૧૭ ઇ.પી.કો કલમ – ૩૬૩,૩૬૬ તથા પોક્સો એક્ટ ૨૦૧૨ ની કલમ-૧૧(૪), મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી સતીષભાઇ ગૌતમભાઇ શાહ રહે.અડપોદરા તા.હિંમતનગર જી.સા.કા.એ ભોગ બનનારને સગીર વયની હોવાનુ જાણતો હોવા છતાં તેની સાથે લગ્ન તથા જાર કર્મ કરવાના તથા શારીરીક જાતીય હુકમો કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયેલ જે બંન્ને હાલમાં અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના કણભા પોલીસ સ્ટેશનની હદમાં આવતા બાંકરોલ (બુજરંગ) ખાતે એક કંપનીમાં ખાતે રહે છે. વિગેરે બાતમી હકિકત અન્વયે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં તે ભોગ બનનારને તથા નાસતો ફરતો આરોપી સતીષભાઇ ગૌતમભાઇ શાહ રહે.અડપોદરા તા.હિંમતનગર જી.સા.કા.ના મળી આવતાં તેને પકડી આગળની કાર્યવાહી સારૂ AHTU મહિલા પોલીસ સ્ટેશન હિંમતનગર – સાબરકાંઠા ખાતે સાોપવામાં આવેલ છે. આમ, ગાંભોઇ પોલીસને ભોગબનનાર શોધી કાઢવામાં તથા નાસતા ફરતા આરોપી પકડવામાં સફળતા મળી હતી.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)