આકોલી ઠાકોરવાસ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા TCL પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો

આકોલી ઠાકોરવાસના ગ્રામ પંચાયતના સરપંચ શ્રી વાઘેલા ગાન્ડાજી ભારૂજી તથા તલાટી શ્રી મનિષાબેન તથા આરોગ્ય સ્ટાફ સુથાર દશરથભાઈ, જોષી પિન્કીબેન અને ગામના આગેવાનો વાઘેલા જીવુભા રણજીતસિંહ વાઘેલા હાજર રહ્યા હતા. આકોલી ઠાકોરવાસ ગામ માં વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈને ગંદકી થઇ હતી. તે વિશે આરોગ્ય સ્ટાફ દ્વારા સરપંચને કહેવામા આવ્યું હતું કે TCL પાવડર નો છંટકાવ કરાવો. જેના કારણે ગામમાં મચ્છરનો નાશ કરી શકીએ અને ગામમાં તાવના કેસોમાં ઘટાડો થઈ શકે તેવી અનેરી સેવાનું કાર્ય કર્યું.
રિપોર્ટ : મહેશ ડાભાણી /બનાસકાંઠા