અપહરણ તથા પોકસોના અનડીટેકટ ગુન્હાના તથા આરોપીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

અપહરણ તથા પોકસોના અનડીટેકટ ગુન્હાના તથા આરોપીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી
Spread the love

મ્‍હે. પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજય ગાંધીનગર નાઓ તરફથી તેમજ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગરનાઓ તરફથી ૦ થી ૧૮ વર્ષના ગુમ બાળકો તેમજ અપહરણ થયેલ ભોગબનનાર તથા આરોપીઓને શોધી કાઢવા અંગેની ડ્રાઇવ રાખેલ હોય જે અન્‍વયે અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબે ૦ થી ૧૮ વર્ષના ગુમ બાળકો તેમજ અપહરણ થયેલ ભોગબનનાર તથા આરોપીઓને શોધી કાઢવા જરૂરી સુચના આપેલ.

જે અન્વયે પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા સાહેબ તથા પો.સબ ઇન્સ. શ્રી ડી.એ.તુવર સાહેબના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. રાઘવેન્‍દ્રકુમાર ધાધલ તથા પો.કોન્‍સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.૪૫૬/૨૦૨૦ IPC ક.૩૬૩,૩૬૬,૩૨૩ પોકસો એકટ ક.૧૮ વિ. મુજબના અનડીટેકટ ગુન્હાનું ડીટેકશન કરી ભોગબનનારને શોધી કાઢી ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ છે.

ગુન્હાની વિગત : આ કામે ફરીયાદીની સગીર વયની દિકરીને લગ્ન કરવાના બદઇરાદે લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી કોઇ ઇસમ અપહરણ કરી ભગાડી લઇ ગયેલ હોય વિ.મતલબે એક અજાણ્યા ઇસમ વિરૂધ્ધ ફરીયાદ કરેલ હોય જે ભોગબનનાર સાથે આરોપીને પકડી પાડેલ.

પકડાયેલ આરોપી : જીજ્ઞેશભાઇ ઉર્ફે જીગો કરશનભાઇ ડાભી ઉ.વ.૨૪, ધંધો-હીરા ઘસવાનો રહે.સાવરકુંડલા, હાથસણી રોડ, હાલ-સુરત, કતાર ગ્રામ વિસ્તાર, ભાઇચંદ્ર નગર, બ્લોક નં.૩૯ વાળાને ભોગબનનાર રૂચિતાબેન ડો/ઓ ભુપતભાઇ મકવાણા ઉ.વ.૧૭, ધંધો-ઘરકામ, રહે.સાવરકુંડલા નંદીગ્રામ સોસાયટી હાલ-સુરત, કતાર ગ્રામ વિસ્તાર, ભાઇચંદ્ર નગર, બ્લોક નં.૩૯વાળી સાથે તા.૨૮/૦૮/૨૦૨૦ના રોજ પકડી પાડી આગળની ઘટતી કાર્યવાહી કરવા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનને સોપી આપેલ

આમ, શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.એ.તુવર સાહેબ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ અમરેલી દ્વારા અપહરણ તથા પોકસોના અનડીટેકટ ગુન્હાનું ડીટેકશન કરી ભોગબનનારને શોધી કાઢી ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ.

રીપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)

IMG-20200829-WA0001.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!