ઉધોગપતિ અશ્વિન પેથાણીએ 600 બહેનોને લોન આપી ખરા અર્થમાં આત્મનિર્ભર કર્યા

ઉધોગપતિ અશ્વિન પેથાણીએ 600 બહેનોને લોન આપી ખરા અર્થમાં આત્મનિર્ભર કર્યા
Spread the love
  • શ્રી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લી.અમદાવાદ શાખાના એમ.ડી.અશ્વિન પેથાણીએ અમદાવાદના બાપુનગરમાં લોક્ડાઉનના કપરા કાળમાં કોઈ પણ જમીન વગર ૬૦૦ બહેનોને ગુજરાન ચલાવવા રૂ ૫૦૦૦૦ની લોન આપી
  • એક પણ લોન ધારકને લોનનો હપ્તો ભરવા કે વ્યાજ ચૂકવવા માટે કોઈ પણ પ્રકારનું દબાણ કરયા વગર સ્વતંત્રા આપીને અમો કોરોના મહામારીમાં સહભાગી થયા છીએ તેનો અમને આનંદ છે

અમરેલી જિલ્લા અને તાલુકા ના વાકીયા ગામ ના વતની અમદાવાદ સ્થિત ઉધ્યોગપતિ દેવજા,સામવેદ, તથા ખોડિયાર ડેવલોપેર્સના માલિક અને સતત બે ટર્મ થી અમદાવાદ કોર્પોરેશન માં કાઉન્સિલર તરીકે સેવા આપતા બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લી. અમદાવાદ શાખાના એમ.ડી. અશ્વિન બાબુભાઇ પેથાણી દ્વારા ચેરમેન રશવિનભાઈ ડોડીયાના માર્ગદર્શન હેઠળ બાપુનગરની ૬૦૦ બેહનોને કોઈ પણ પ્રકારના જમીન વગર રૂ ૫૦૦૦૦ની લોન આપીને કોરોના મહામારી તથા લોક ડાઉનના કપરા કાળ માં ૬૦૦ પરિવારને સહાય રૂપ થવાનું ઉત્તમ કાર્ય કર્યું છે.

એટલુ જ નહીં તમામ લોન ધારકો ને લોન ભરવાની મુદત તથા લોન વ્યાજ ચૂકવવા પર કોઈ પણ પ્રકારની પાબંદી લગાવવામાં નથી આવી ત્યારે અશ્વિન પેથાણીના આ કાર્યની ગુજરાત સરકારે નોંધ લઈને અભિનંદન આપ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે લોક ડાઉનના સમયમાં અશ્વિન પેથાણી દ્વારા પોતાના વોર્ડમાં ૪૫ દિવસ સુધી રસોડુ પણ ચાલુ રખાયું હતું ત્યારે અશ્વિન ભાઈ પેથાણી ની આ સેવાકીય પ્રવૃતિ બદલ અમરેલી જિલ્લાના આગેવાનો વસંતભાઇ મોવલિયા દિનેશભાઇ બાંભરોલિયા કાંતિભાઈ વઘાસિયા ચતુરભાઈ ખૂંટ રમેશભાઈ કાથરોટીયા તથા હરેશભાઈ બાવીશી આવકારીને અભિનંદન આપ્યા હતા.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

IMG-20200828-WA0011.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!