ખેડબ્રહ્મા : પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગ્રાન્ટેડની ઓનલાઈન મિટિંગ યોજાઈ

ગુજરાત રાજ્ય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગ્રાન્ટેડ ના હોદેદારો ની ઓનલાઈન ઝૂમ મિટીંગ *ગુજરાત રાજ્ય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ* ના હોદેદારો સાથે તા.6-9-2020 ના રોજ સાંજે 9=00 કલાકે ઝૂમ એપ ના માધ્યમથી રાખવામાં આવી હતી. મિટીંગ ની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી. ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ના મહામંત્રી શ્રી અમીબેને મિટીંગ માં જોડાયેલ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ના હોદેદારો નું શાબ્દિક સ્વાગત સહ અભિવાદન કરી પરિચય કરાવ્યો હતો. ઉપાધ્યક્ષ શ્રી જગદીશચંદ્ર બારીઆ એ ગ્રાન્ટેડ પ્રાથમિક મહાસંઘ ની સભ્ય સદસ્યતા ની કામગીરી નો અહેવાલ રજૂ કર્યો હતો.
શ્રી અમૃતભાઈ પ્રણામી એ ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષક મિત્રોના પડતર પ્રશ્નો અને ભાવી આયોજન વિશે રજૂઆત કરી હતી. મિટીંગ માં ઉપસ્થિત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ના હોદેદારો એ તમામ રજુઆત સાંભળીને પ્રેરણા ત્તમક માગૅદશૅન આપ્યું હતું. આ ઉપરાંત દરેક તાલુકા અને જિલ્લાઓ માં સમાજલક્ષી વિવિધ પ્રવૃતિઓ જેવી કે બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ, નોટબુક વિતરણ જેવા કાર્યક્રમ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. સાથે જેમ બને તેમ વધુ માં વધુ સભ્યો ગ્રાન્ટેડ મહાસંઘ સાથે જોડાય તે માટે હજુ વધુ પ્રયત્ન કરવામાં આવે અને 51 ટકા થી પણ વધુ સભ્યો બનાવવા માટે માગૅદશૅન આપ્યું હતું.
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, ગ્રાન્ટેડ મહાસંઘ સાથે જ છે બંને એક બીજા ના સંવૅગ ના ભાગ છીએ એટલે ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષક મિત્રો ના પડતર પ્રશ્નો અંગે સરકાર માં અસરકારક રજુઆતો કરીને શિક્ષક મિત્રો ને મળતા તમામ લાભો આપવા પ્રયત્ન કરવામાં આવશે. સાથે બંને પ્રાથમિક રાજ્ય મહાસંઘ ના હોદેદારો અને તાલુકા, જિલ્લાના સંગઠન ના હોદેદારો સાથે મિટિંગ નું આયોજન સોશિયલ distance સાથે કરવામાં આવે તેવું જણાવ્યું હતું. બંને મહાસંઘ ના હોદેદારો ની ઓનલાઇન મિટીંગ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
અવારનવાર આવી ઓનલાઈન મિટિંગો કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. આ મિટિંગમાં ભીખાભાઈ પટેલ, ઘનશ્યામ ભાઈ તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના હોદેદારો જોડાયા હતા. અંત માં સંગઠન મંત્રી શ્રી નારાયણભાઈ એ ઓનલાઈન મિટીંગમાં જોડાવા બદલ હોદેદારો નો આભાર વ્યક્ત કર્યો હતો.
ધીરુભાઈ ખેડબ્રહ્મા