માંગરોળ મામલતદાર કચેરીની ઓનલાઈનની તમામ કામગીરી ઠપ્પ

માંગરોળ મામલતદાર કચેરી ખાતે આશરે ૪ વાગ્યાંના અરસામાં અચાનક શોટ સર્કીટના કારણે , મામલતદાર કચેરીમાં મુકવામાં આવેલા ઓનલાઈન સરવર રૂમમાં સરવર બોક્ષમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરંતુ મામલતદાર કચેરીના સ્ટાફની સતર્કતાના કારણે આગ પર કાબુ મેળવી લેતા મોટી જાનહાની અને નુકશાની ટળી હતી.ઓનલાઈન સરવરમાં આગ લાગવાથી મામલતદાર કચેરીમાં કાર્યરત તમામ વિભાગો જેવા કે સબ રજીસ્ટ્રાર કચેરી, જનસેવા કેન્દ્ર, ઈ ધરા શાખા તથા પુરવઠા વિભાગ જેવા વિભાગોમાં હાલ પૂરતું કામ ઠપ્પ થઈ જવા પામ્યું છે.જેથી મામલતદાર કચેરી માંગરોળ ખાતે બપોર પછી ઉપરોક્ત વિભાગોના કામ માટે આવેલા અરજદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
રીપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)