ઉમાનગરમાં MBA કરેલ ખેડૂત ઓર્ગેનિક ખેતીથી મબલખ કમાણી કરે છે

- ઓર્ગેનિક ખેતીથી મબલખ કમાણી કરતો ઉમાનગરનો ખેડુત
કડી તાલુકાના ઉમાનગર ગામનો યુવાન ખેડૂત વિપુલભાઈ પટેલ દ્વારા અવનવી ખેતી કરી નંદાસણ પંથક માં એક આગવી ઓળખ ઉભી કરી છે. ઉમાનગર નાં વિપુલભાઈ પટેલે MBA સુધી નો અભ્યાસ કર્યો છે. પરંતુ નોકરી કરવાને બદલે બાપદાદાઓની ખેતી કરવાનુ પસંદ કયું છે. ચીલાચાલુ ખેત પધ્ધતિ છોડી ઓર્ગેનિક ખેત પદ્ધતિ અપનાવી છે. આજના આધુનિક ડિજિટલ યુગમાં યુટ્યુબ પર ખેતી ના વિડિયો જોઈ અને મોટા ખેડૂતો ના માર્ગદર્શન લઈને ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી વર્ષ લાખો રૂપિયા કમાય છે. જેમાં ઓર્ગેનિક ખેત પદ્ધતિથી ૨૨ વીઘા જમીનમાં ખેતી કરે છે. જેમાં તેમણે ડ્રેગન ફ્રૂટ, આંબા, સિડલેશ લેમન, તલ જેવી ખેતી કરી છે.
ઓર્ગેનિક ખાતર બનાવવા તેવો પંચદ્રવ્ય નો ઉપયોગ કરે છે. જેમાં દેશી ગાયનું છાણ, ગૌ-મૂત્ર, કોઈ પણ કઠોળ નો કકરો લોટ, દેશી ગોળ અને વડ કે પીપળા નીચે ની માટી નો ઉપયોગ કરે છે. ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરતા ખેત ઉત્પાદન માં પણ વઘારો થતો હોય છે. અને પાક રાસાયણ મુક્ત હોવાથી આરોગ્ય પણ સારું રહે છે.