માંગરોળ DGVCL કચેરી દ્વારા આજે મેઇન્ટેન્સ કામ શરૂ : 6 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે

માંગરોળ DGVCL કચેરી દ્વારા આજે મેઇન્ટેન્સ કામ શરૂ : 6 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે
Spread the love

માંગરોળ ખાતે આવેલી DGVCL કચેરી દ્વારા આજે તારીખ ૧૨ સપ્ટેમ્બરના મોસાલી વીજ સબસ્ટેશનમાંથી નીકળતા માંગરોળ ટાઉન્ડ HT વીજ ફીડર અને આ લાઇન ઉપર આવેલા તમામ TC નું મેઇન્ટેન્સ કામ કરવાનું હોય, આજે સાંજે ૬ વાગ્યા સુધી માંગરોળ ટાઉન ફીડરનો વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. હવે થોડા દિવસો પછી ચોમાસાની મૌસમ વિદાય લેશે, એને ધ્યાનમાં લઈ માંગરોળ DGVCL કચેરી દ્વારા હમણાંથી જ મેઇન્ટેન્સની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આજે માંગરોળ ટાઉન ફીડરની લાઈનનું તથા આ લાઇન ઉપર આવેલા તમામ ટ્રાન્સફોર્મર ઉપર મેઇન્ટેન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે. વધારાના માણસોની મદદ લઇ DGVCLનો સ્ટાફ આ કામગીરી કરી રહ્યો છે. આજે સવારે ૧૦ વાગ્યા બાદ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સાંજે ૬ વાગ્યા સુધી આ કામગીરી ચાલુ રહેશે એમ DGVCLની કચેરી તરફથી જાણવા મળ્યું છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

Screenshot_20200912_145341.jpg

Admin

Nazir Pandor

9909969099
Right Click Disabled!