આધુનિક સુવિધાઓથી સજ્જ બદ્રીનાથધામ મિની સ્માર્ટ સિટી બનશે
નવી દિલ્હી કેદારનાથ ધામની જેમ જ બદ્રીનાથ ધામમાં પણ 12 મહિના સુધી નિર્માણ કાર્ય કરવામાં આવશે, માસ્ટર પ્લાન તૈયારશંકરાચાર્યજીના સમાધિ સ્થળ, સરસ્વતી ઘાટ, બે ધ્યાન ગુફાઓનું કામ પૂર્ણ થવાનાં આરે છે, બ્રૃહ્મ કમલની નર્સરી બનાવવામાં આવી રહી છે ઉત્તરાખંડના ચારધામોમાંથી એક બદ્રીનાથ ધામને પણ કેદારનાથની જેમ જ વિકસિત કરવાનો માસ્ટર પ્લાન રાજ્ય સરકારે તૈયાર કર્યો છે. આ માસ્ટર પ્લાન 481 કરોડનો છે. 2025 સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે
સરકાર બદ્રીનાથ વિસ્તારને મિનિ સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાની યોજના ધરાવે છે.આ પ્રોજેક્ટ સફળ થશે તો દેશના અન્ય મંદિરોને પણ આવી જ રીતે વિકસિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંગે કેન્દ્ર સરકારે સૂચના આપી છે કે, તેને ટૂરિસ્ટ પ્લેસની જગ્યાએ આધ્યાત્મિક કેન્દ્ર તરીકે વિકસિત કરવામાં આવે. માસ્ટર પ્લાનના અનુસાર, 85 હેક્ટર વિસ્તારમાં બદ્રીનાથ ધામને વિકસિત કરવામાં આવશે. આ વિસ્તારમાં એક મ્યુઝિયમ, આર્ટ ગેલેરી પણ બનાવવામાં આવશે. અહીં આવનાર ભક્તો વીડિયો દ્વારા પણ ભગવાન વિષ્ણુનાનાં દસ અવતારની કથા સાંભળી શકશે. કનેક્ટિવિટી અને પાર્કિંગની પણ સારી વ્યવસ્થા હશે. આ અંગે બદ્રીનાથના ધર્મધિકારી ભુવનચંદ ઉનિયાલના જણાવ્યા પ્રમાણે, આખું પ્લાનિંગ અધિકારીઓના સ્તરે ચાલી રહ્યું છે.
તાજેતરમાં PM મોદીએ પણ આ યોજના અંગે રાજ્ય સરકાર સાથે વાત કરી છે.અન્ય રાજ્યોના લોકો પણ બદ્રીનાથ ધામની મુલાકાત લેવા પહોંચી રહ્યા છે. દર્શન માટે આવતા લોકોને ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ બોર્ડ વેબસાઇટ પર ઓનલાઈન મંજૂરી લેવી જરૂરી છે. માસ્ટર પ્લાનની ખાસ બાબતોઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ બોર્ડના મીડિયા પ્રભારી ડો. હરીશ ગોડના જણાવ્યા પ્રમાણે, બદ્રીનાથની સાથે જ અહીંની તમામ પૌરાણિક અને આધ્યાત્મિક જગ્યાઓને જોડવામાં આવશે, જેથી શ્રદ્ધાળુઓને આવવા-જવામાં તકલીફ ન પડે.બદ્રીનાથ ધામમાં આકર્ષક લાઇટિંગ કરવામાં આવશે, જે
આ ક્ષેત્રના આધ્યાત્મિક વાતાવરણને અનુરૂપ રહેશેઅહીં રહેતાં લોકોને પણ લાભ મળી શકે, એટલા માટે હોમ સ્ટેની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે.બદ્રીનાથ ક્ષેત્રના બે તળાવો શીશનેત્રા અને બદ્રીશને પણ વિકસિત કરવામાં આવશે. આ ધામની આસપાસ લગભગ 5 ચોરસ કિલોમીટરના ક્ષેત્રમાં અહીંના તમામ તળાવ, ઐતિહાસિક, ધર્મસ્થળો અને અહીંના રસ્તાઓને સુંદર બનાવવામાં આવશે.બદ્રીનાથમાં પાર્કિંગની સુવિધા અને પુલ બનાવવાની યોજનાને પણ માસ્ટર પ્લાનમાં સામેલ કરવામાં આવી છે.
- સરસ્વતી અને અલકનંદા નદીના સંગમ સ્થળ કેશવ પ્રયાગ, વ્યાસ ગુફા, ગણેશ ગુફા પણ આ પ્લાનમાં સામેલ છે.બદ્રીનાથમાં 12 મહિના ચાલશે નિર્માણ કાર્ય
- બદ્રીનાથ ધામ શિયાળાની ઋતુમાં દર્શાનાર્થીઓ માટે બંધ રહે છે, પરંતુ અહીં કેદારનાથ ધામની જેમ જ 12 મહિનાનું નિર્માણ કાર્ય ચાલુ રહેશે. ઋષિકેશ, કર્ણપ્રયાગ રેલવે પરિયોજના અને ચારધામ રાજમાર્ગ પરિયોજના પર પણ કામ ચાલી રહ્યું છે.
- શંકરાચાર્યજીના સમાધિ સ્થળ, સરસ્વતી ઘાટ, બે ધ્યાન ગુફાઓ પર કામ પૂર્ણ થવાનાં આરે છે. બ્રહ્મ કમલની નર્સરી બનાવવામાં આવી રહી છે.