વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70માં જન્મદિન નિમિતે સેવા સપ્તાહની ઉજવણીનો પ્રારંભ

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના ૭૦ માં જન્મદિન પ્રસંગે સેવા સપ્તાહ તારીખ ૧૪ થી તારીખ ૨૦ સપ્ટેમ્બર સુધી સેવા વસ્તુઓના ભાગરૂપે આપી ઉજવણી કરવામાં આવનાર છે.ત્યારે માંગરોળ તાલુકામાં આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના વન અને આદિજાતિ વિભાગનાં સિનિયર કેબીનેટમંત્રી ગણપતસિંહ વસાવાનાં હસ્તે આ સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
પ્રારંભના ભાગરૂપે માંગરોળ અને ઝંખવાવ ખાતે કાર્યરત રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ દિલીપસિંહ રાઠોડ, રાકેશભાઈ સોલંકી, દિપક વસાવા, જગદીશભાઈ ગામીત, અફઝલખાન પઠાણ, મુકુંદભાઈ પટેલ, ઉમેદભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ સુરત)