નોગામાં મંડળીના 28 સભાસદોને નાણાંકીય ધીરાણ

નોગામાં મંડળીના 28 સભાસદોને નાણાંકીય ધીરાણ
Spread the love

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીના પગલે ૪૦ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.આ લોકડાઉન દરમિયાન દેશના તમામ ખેડુતોનો તૈયાર થયેલો રવિપાકની વેચાણ વ્યવસ્થા, માર્કેટીગ તથા મજૂર પ્રશ્નના કારણે મોટાભાગના પાકોને નુકશાન થતાં આની સીધી અસર ખેડૂતોને તેમની આવક ઉપર થવા પામી હતી. આવા કપરા સમયમાં , ખેડૂતોને આગામી ખેતી કરવાના ખર્ચા અને ખેતી જારવણી ખર્ચ માટે બેંક ખેડૂતોને મદદરૂપ થાય એવા શુભ આશયથી વ્યક્તિગત કે મંડળી મારફતે ધીરાણ મેળવવા KCC ધારકોને ખેતીવિષયક મધ્યમ મુદ્દત પાંચ વર્ષનાં વાર્ષિક હપ્તેથી બેંક દ્વારા નાણાંકીય ધીરાણ સ્વરૂપે સુડીકો કોવિડ-૧૯ નાં નામે ધીરાણ કરવા સુડીકી-૧૯ યોજના તૈયાર કરી, યોજના અમલમાં મૂકી હતી.

આ યોજના અંતર્ગત સુરત ડિસ્ટ્રીક કોપરેટીવ બેંક, માંગરોળ શાખાએ તાલુકાની નોગામ સેવા સહકારી મંડળીના કુલ ૨૮ સભાસદોને સભાસદ દીઠ ૪૫ હજાર રૂપિયાના ચેકો આજે બેંકની માંગરોળ શાખા ખાતે મંડળીના પ્રમુખ ભરતભાઈ પટેલ અને ઉપપ્રમુખ શાંતિભાઈ એન પટેલની હાજરીમાં બેંકના શાખા પ્રબંધક ચિંતનકુમાર કે મોદી અને લોન વિભાગના યોગેન્દ્રસિંહ છત્રસિંહ ચૌહાણ ના હસ્તે ચેકો અર્પણ કરવામાં આવ્યા હતા.આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ૭૦ મો જન્મદિવસ હોય મંડળીના સભાસદોને આ ચેકો આપવામાં આવ્યા છે એમ મંડળીના પ્રમુખ ભરતભાઈ પટેલે જણાવ્યું છે. એમણે આ ધીરાણ આપવા બદલ બેંકના પ્રમુખ નરેશભાઈ પટેલ, ઉપપ્રમુખ સંદીપ દેસાઈ, માંગરોળ તાલુકાના ડિરેક્ટર દિલીપસિંહ રાઠોડ અને બેંકની માંગરોળ શાખાના સ્ટાફ પરિવારનો આભાર વ્યક્ત કર્યો છે.

રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)

Screenshot_20200917_203458.jpg

Admin

Nazir Pandor

9909969099
Right Click Disabled!