હિન્દુ યુવા સંગઠન દ્વારા પ્રાંત અધિકારીને આપ્યુ આવેદન

હિન્દુ યુવા સંગઠન દ્વારા પ્રાંત અધિકારીને આપ્યુ આવેદન
Spread the love

સાબરકાંઠા જિલ્લા હિન્દુ સંગઠન દ્વારા આજે હિંમતનગર ખાતે પ્રાંત અધિકારી ને આપ્યુ આવેદન હાલમાં ખાદ્ય વસ્તુનું તેમજ અન્ય ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા તેમની પ્રોડક્ટ ઉપર હિન્દુ દેવી-દેવતાઓના ફોટો તેમજ પ્રોડક્ટનું નામ પ્રિન્ટેન કરવા માં આવી રહયા છે ત્યારે તેના વિરોધ માં હિન્દુ સંગઠન આજે લાલ આંખ કરી આવેદન આપી વિરોધ દર્શાવ્યો છે, અરજદાર હિન્દુ યુવા સંગઠન સાબરકાંઠા વતી ઉત્તર ગુજરાત અધ્યક્ષ ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત ની હાલ એકજ માંગ ઉઠી છે,જ્યારે ભારત દેશમાં ખાદ્ય વસ્તુઓ તેમજ અન્ય ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા તેમની પ્રોડકટ હિન્દુ દેવી – દેવતાઓના નામ તથા ફોટાવાળા પ્રિન્ટ કરતા હોય છે.

જેનાથી ભારત દેશના ધર્મપ્રેમી હિન્દુઓની લાગણી દુભાય છે . તેમની પ્રોડક્ટના ઉપયોગ બાદ જે તે પાઉચ , બોક્સ રસ્તે રઝળતા , ગંદકીના ઢગલામાં કે ગટરમાં તરતા જોવા મળે છે જેને લઈ પ્રાંત અધિકારી શ્રીને આવેદન પત્ર આપી ઉત્પાદન કરતી કંપનીને આપશ્રી દ્વારા સત્વરે જાણ કરી પ્રોડકટનું નામ તેમજ ફોટા કોઇ પ્રોડક્ટ ઉપર પ્રિન્ટ ન કરે તો તેવા લોકો સામે પગલા લેવાય તે હેતુ થી હિન્દુ યુવા સંગઠન દ્વારા ઉપસ્થિત ઉત્તર ગુજરાત અધ્યક્ષ ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત અને તેમની ટીમ હાજર રહી આવેદનપત્ર આપ્યુ હતુ,

રિપોર્ટ : કિરણ ખાંટ (સાબરકાંઠા)

IMG-20200922-WA0137-1.jpg IMG-20200922-WA0136-0.jpg

Admin

Kiran Khant

9909969099
Right Click Disabled!