આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને અપાયુ આવેદન

આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને અપાયુ આવેદન
Spread the love

સાબરકાંઠા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેકટર શ્રી ને અપાયુ આવેદન પત્ર જેમાં સ્પષ્ટ જણાવ્યુ છે કે E.B.C.વિધાર્થીઓ પાસે થી શિષ્યવૃત્તિ પરત માંગવા માં આવી રહી છે સરકારશ્રી તરફથી સને ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ માં જે સ્કોલરશીપ કોલેજના વિદ્યાર્થીઓને મળી હતી તે હવે સરકારશ્રી દ્વારા પરત મગાઈ રહયા છે કારણ કે સરકારનું એવું કહેવું છે કે ભુલથી આ સ્કોલરશીપ જમા થઈ ગઈ છે . પણ એમા વિદ્યાર્થીઓની શુ ભૂલ ? અમે જે તે વખતે બધા પુરાવા રજૂ કર્યા હતા . તે વખતે જોવું પડે ને સરકાર અને કોલેજની બેદરકારીને લીધે અત્યારે વિદ્યાર્થીઓને ભોગવવું પડે છે અને તે વખતે કોલેજમાં એવું કહેતા હતા . આવકની મર્યાદા ૨ લાખની છે તો આ હવે ૧ લાખની આવકની મર્યાદા ક્યાંથી આવી ?

કદાચ અમે જે તે વખતે ફોર્મ ભર્યું હતું અને તે વખતે રીઝેકટ કર્યું હોત તો અમને કાંઈ વાંધો નહોતો . પરંતુ બે વર્ષ પછી આવો ફતવો જાહેર કરી સરકાર આ પરથી એવું લાગે છે કે વિદ્યાર્થીઓને ખોટા ખોટા પ્રલોભનો આપવામાં આવે છે . તે સાબીત જોવા મળી રહયુ છે , . જે અંગે યોગ્ય નિર્ણય ન લેવાય તો આવેદન પત્રમાં આવનારા દિવસો માં આમ આદમી પાર્ટી અને વિધાર્થી સંગઠન દ્વારા સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવાની એંધાણ આપ્યા છે , હવે જોવુ એ રહયુ કે તંત્ર જવાબદાર અધિકારીઓ સામે પગલા લે છે કે કેમ નહિતર વિધાર્થીઓ ને પરત ભરવી પડશે સ્કોલરશીપ વિઘાથીઓને ન્યાય માટે આમ આદમી પાર્ટીના અગ્રણીઓ સાથે રહી આપ્યુ આવેદનપત્ર…

રિપોર્ટ : વસંતપૂરી ગોસ્વામી (સાબરકાંઠા)

IMG-20200922-WA0109.jpg

Admin

Kiran Khant

9909969099
Right Click Disabled!