ડભોઇ : અલગ અલગ વિસ્તારોમાં ગટરના અને વરસાદના પાણી ભરાઈ રહેતાં ગંદકીની સમસ્યા

ડભોઇ : અલગ અલગ વિસ્તારોમાં ગટરના અને વરસાદના પાણી ભરાઈ રહેતાં ગંદકીની સમસ્યા
Spread the love

ઠેરઠેર ગંદકી અને ગટરના દુર્ગધયુક્ત રેલાઓથી નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે. આથી પાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન અને મુખ્ય અધિકારીએ સ્વચ્છતા બાબતે બેઠક યોજી સેનેટરી વિભાગને આદેશ આપી ચોક્ક્સ વ્યૂહરચના ઘડી કાઢતા સ્વચ્છતા અભિયાનની કામગીરીનો પ્રારંભ કરવા સાથે ડ્રેનેજની સમસ્યાઓનું નિરાકરણ લાવવા નડીયાદના કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવાની તજવીજ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.

‘આપણું નગર,ગંદુ નગર’ એવું ડભોઇ નગરના લોકો ગર્વથી કહી રહ્યા છે. અને તેનો સમગ્ર શ્રેય નગરનો વહીવટ કરતી પાલિકાને જાય છે. ત્યારે નગરના મહુડીભાગોળ બહાર વસઇવાલા જીન વિસ્તાર,રેલ્વે ગોદી, આફીયાપાર્ક, જનતાનગર, સુંદર કુવા, શાક માર્કેટ ,રામટેકરી, વાઘનાથ માર્ગ, એસટી સામે પાલિકા શોપિંગ સેન્ટર સહિત રેલ્વે નવાપુરા, તલાવપુરા, સુરજફળીયા, કડીયા વાડ, બદરુદ્દીન મહોલ્લા, વ્હોરવાડ જેવા વિસ્તારોમાં ગટરના પાણી0 તથા ગંદકી હોઇ દુર્ગંધથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.

IMG-20200922-WA0026.jpg

Admin

Abrarmahedi Dabiwala

9909969099
Right Click Disabled!