બાબરામાં ચમારડીના જાપા નજીક નગરપાલિકા દ્રારા બનાવેલ સીસી રોડનું કામ નબળુ

- બાબરાના જાગૃત આગેવાન હારુનભાઈ મેતર દ્રારા ઉચ્ચ કક્ષાએ રજુવાત કરવામાં આવી
બાબરા નગરપાલિકા દ્રારા થોડા સમય પહેલા જ બનાવેલ સીસી રોડ માં મોટા ખાડાઓ પડી ગયા હોવાની રજુવાત કરતા જાગૃત આગેવાન હારુનભાઈ મેતર. મળતી માહીતી મુજબ બાબરા શહેરમાં આવેલા ચમારડીના જાપા તરીખે ઓળખાતા વિસ્તારમાં હજુ થોડા દિવસો પહેલા જ નગરપાલિકા દ્રારા લાખો રૂપિયાના ખર્ચે સીસી રોડ બનાવવા માં આવેલ છે પરંતુ આ રોડનું કામ એટલું નબળું થયું છે કે, માત્ર થોડા જ દિવસો માં રોડ માં મસ મોટા ખાડાઓ અને રોડની કપચી નિકળી ગય છે.
અહી અવર જવર કરતા રાહદારીઓને ખુબજ મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે બાબરાના જાગૃત આગેવાન હારુનભાઈ મેતર દ્રારા ઉચ્ચ કક્ષાએ રજુવાત કરવામાં આવેલ છે કે, આ રોડ બાબતે તપાસ કરવા માં આવે અને જે પણ લોકો દ્રારા ભ્રષ્ટ્રાચાર કરવામાં આવ્યો છે. તેમની સામે કડક પગલા લેવામાં આવે. લાખો રૂપિયાના ખર્ચે બનેલ સીસી રોડમાં માત્ર લોટ પાણી અને લાકડા જેવું કામ કરવામાં આવ્યો છે જેનાથી ટુંક સમય માં રોડ ખરાબ થઈ ગયો છે.
રિપોર્ટ : હિરેન ચૌહાણ (બાબરા)