બાબરા નગરપાલિકાની નિષ્ફળતા દેખાઈ : વાઘાવાડી વિસ્તારમાં ગંદકીથી લોકો પરેશાન

બાબરાના વાઘાવાડી વિસ્તારમાં આવેલા રોડ નું કામ કાજ ચાલી રહ્યું હતું. પરંતુ હમણા થોડા સમય થી વાઘાવાડી વિસ્તાર માં ચાલી રહેલા રોડનું કામ કોઈ કારણોસર બંધ થઈ ગયેલ છે. જેના લીધે આ વરસાદી પાણીનો ખુબ જ ભરાવો થઈ રહ્યો છે. તેમજ હાલ ગુજરાત માં ચાલી રહેલા ભુર્ગભ ગટર યોજનાનું કામ થયેલ છે પરંતુ ટુંક સમયમાં જ આ ભુર્ગભ ગટરોની બંધવેલી કુંડીઓ વાઘાવાડી વિસ્તારમાં સાવ તુટી ગયેલ છે. તેમજ તે કુંડીઓ માં આવતું ખરાબ પાણી બંધ પડેલા રોડના કામમા આવી રહ્યું છે. આ ખરાબ પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ ખુબજ વધી ગયો છે.
હાલ ચાલી રહેલા કોરોના મહામારી વચ્ચે આ મચ્છરો નો ઉપદ્રવ એક ચિંતા નો વિષય બની ગયો છે. વાઘાવાડી વિસ્તાર માં આવેલ રોડ પર અવર જવર કરનાર લોકો ને ખુબજ તકલીફ પડી રહી છે. અહી થી પસાર થતા મોટરસાયકલ સવારો ને પડી જવા નો ભય વધારે રહે છે તો આ પ્રશ્નો વહેલી મા વહેલી તકે નિકાલ આવે તેવી માગણી સ્થાનિક લોકોએ કરેલ છે. અને આ બાબતે સ્થાનિક રહેવાસીઓ દ્રારા નગરપાલિકા ના ચીફ ઓફિસર ને પત્ર લખી રજુવાત કરેલ છે.
રિપોર્ટ : હિરેન ચૌહાણ (બાબરા)