ડભોઇ : તેનતલાવ ગ્રામ પંચાયત તથા સહકારી દૂધ મંડળી દ્વારા MGVCLને હેલ્પર બદલવા રજુઆત
ડભોઇ તાલુકાના તેનતલાવ ગ્રામપંચાયત દ્વારા ડભોઇ ડીવીઝન એમ.જી.વી.સી.એલ ખાતે તેનતલાવ માં ફરજ પર મુકેલ હેલ્પર બદલવા બાબત આવેદન પત્ર આપ્યું હતું. ઉપરોક્ત વિષય માં જણાવ્યું હતું કે જ્યારથી તેનતલાવ ખાતે નવીન હેલ્પર મુકવામાં આવ્યો છે ત્યારથી વારંવાર વીજ પુરવઠો ખોરવાયી જાય છે અને જયારે ગામ લોકો દ્વારા આ અંગે ફોન કરવામાં આવે છે ત્યારે કોઈ સંતોષકારક જવાબ નથી મળતો. વારંવાર હું બીમાર છુ,હું રજા પર છું જેવા જવાબ આપી બહાના કાઢે છે. ઉપરાંત આ હેલ્પર વડોદરા રેહતો હોવાથી ગ્રામજનો ની માંગ છે કે કોઈ સ્થાનિક કે નજીકમાં રેહતા હેલ્પરની નિમણુંક કરે જેથી તેઓને પડતી મુશ્કેલીનું નિરાકરણ આવે.
આ ઉપરાંત તેનતલાવ દૂધ ઉત્પાદન સહકારી મંડળી દ્વારા પણ આ જ વિષય પર ડભોઇ એમ.જી.વી.સી.એલ ખાતે લેખિત માં આવેદનપત્ર આપી હેલ્પર બદલવા અંગે રજુઆત કરી હતી.તેઓના કેહવા મુજબ મંડળી ને દૂધ કલેક્શન સમયે તથા ત્યાર બાદ પણ વીજ પ્રવાહ ની જરૂરિયાત પડતી હોય છે.નવીન હેલ્પર વડોદરા ના હોવાથી ખુબ તકલીફ પડી રહી છે. ઘણી વાર વીજ વીજપુરવઠો ખોરવાતા પોતાના જીવ ના જોખમેં મંડળી ના કાર્યકરો દ્વારા વિદ્યુતપ્રવાહ ચાલુ કરવું પડે છે. જો એવુંના કરવામાં આવે તો મંડળી નું દૂધ ખાટું પડી જવાના કારણે બગડી સકે છે અને મંડળી ને નુકશાન વેઠવાનો વારો આવી શકે છે.જેથી ગ્રામજનો અને દૂધ મંડળી દ્વારા તાત્કાલિક ધોરણે હેલ્પર ની બદલી કરી નવો સ્થાનિક હેલ્પર મુકવા અંગે રજુઆત કરવામાં આવી હતી.