થરાદ બસ સ્ટેશન ખાતે RSS દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ

વર્તમાન સમયમાં કોરોના વાયરસની વૈશ્વિક મહામારી ધમધમી રહી હોઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સેવા સપ્તાહ ઉજવણીમાં થરાદ એસટી ડેપોમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરી કોરોના વાયરસની મહામારીથી બચવા લોકોને જાગૃત કર્યા હતા, વર્તમાન સમયમાં કોરાનાની મહામારી ચાલી રહી છે ત્યારે થરાદ પંથકમાં કોરાનાએ ફરી એકવાર માથું ઉંચકતા કેસો વધી રહ્યા હોઈ મંગળવારના રોજ થરાદ બસસ્ટેશન ખાતે ઉકાળાનું વિતરણ કરાયું હતું.
આ કાર્યમાં આરએસએસના કાશીરામભાઈ પુરોહિત, ભરતભાઈ પુરોહિત, ડેપો મેનેજર ભરતભાઈ ચૌધરી, હાજાભાઈ રાજપૂત, મનુભાઈ ત્રિવેદી, ડૉકટર હિરાભાઈ પટેલ, ડૉકટર જગદીશભાઈ પટેલ, ડૉકટર અભ્ય વ્યાસ, ડોકટર જે.કે.પુરોહિત, મયંકભાઈ સહિતના ઉપસ્થિત રહી બસસ્ટેશનમાં આવતા મુસાફરોને માટે RSS દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાતા કોરોનાની જાગૃતિ ખિલવતું કાર્ય કરવાથી મોટા પ્રમાણમા મુસાફરોએ આયુર્વેદિક ઉકાળો પીવાનો લાભ લીધો હતો.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ