ત્રીજા સ્મશાનની માંગણી સાથે જામનગરમાં અનોખી નગરયાત્રા

- ‘ભાજપના રાજમાં મૃત્યુ પછી પણ જનતા લાઈનમાં’ બેનર લટકાવીને કોંગી કોર્પોરેટરે આખા શહેરમાં ભ્રમણ કર્યું
જામનગરમાં સ્મશાનમાં લોકોને જોવી પડતી લાંબી રાહના મુદ્દે ત્રીજા સ્મશાન માટે આંદોલન ચલાવી રહેલા કોર્પોરેટર દ્વારા ગુરૂવારે વધુ એક આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ગળામાં બેનર લટકાવીને શહેરની યાત્રા પર નીકળી પડ્યા હતાં. જામનગર માં ત્રીજા સ્મશાનની માંગણી સામે આંદોલન ચલાવી રહેલા કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા વધુ એક આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના પ્રારંભે કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરમાં ત્રીજા સ્મશાન માંગણી સાથે કોંગ્રેસના કોર્પોરેટર દેવશીભાઈ આહિર દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. ગુરુ સવારે લાલ બંગલા સર્કલમાં તેમણે નગરયાત્રાની શરૂઆત કરી હતી. ભાજપના રાજમાં મૃત્યુ બાદ પણ જનતા લાઈનમાં લખેલા બેનર તેમના ગળામાં ધારણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, મહાનગર પાલિકાના વિપક્ષના નેતા અલ્તાફભાઈ ખફી ઉપરાંત કોર્પોરેટર યુસુફભાઈ ખફી, શીતલબેન વાઘેલા, મરિયમબેન તથા સહારાબેન મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને દેવશીભાઈને નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવ્યું હતું.
– રોહિત મેરાણી (જામનગર)