વડાલી તાલુકાના ભંડવાલ ગ્રામ પંચાયત દ્વારા ડીઝીટલ ક્રાંતિના ભાગરૂપે કામગીરી શરૂ કરાઈ

સાબરકાંઠા જિલ્લા ના વડાલી તાલુકાની ભંડવાલ ગ્રામ પંચાયત દ્વારા આજે ૮ મી ઓક્ટોબર ૨૦૨૦ ને ગુરુવાર ના રોજ ડીઝીટલ ક્રાંતિ ના ભાગરૂપે કામગીરી ચાલુ કરાઈ જેમાં હવે સબ સેન્ટર તરીકે ગ્રામ પંચાયત ની પ્રસંદગી થતા હવે પંચાયતમાં જ આ ૨૨.સેવાઓ લોકોને મળશે જેમાં રેશન કાર્ડમાં નામ ઉમેરવા, સિનિયર સિટિઝન સર્ટિફિકેટ, રેશન કાર્ડમાંથી નામ કાઢવું, ભાષા આધારિત માઈનોરિટિ સર્ટિફિકેટ, રેશન કાર્ડમાં સરનામું સુધારવું, રિલિજિયસ માઈનોરિટિ સર્ટિફિકેટ, નવું રેશન કાર્ડ કાઢવું, વિચરતી સૂચિત જાતિના સર્ટિફિકેટ, રેશન કાર્ડને જુદું કરવું, મુખ્યમંત્રી કૃષિ સહાય, રેશન કાર્ડના વાલી માટેની અરજી, આવકના દાખલાનું એફિડેવિટ, ડુપ્લિકેટ રેશન કાર્ડ, વિધવા સહાય સંબંધિત એફિડેવિટ, વિધવા સર્ટિફિકેટ, જાતિના દાખલાનું એફિડેવિટ, હંગામી રહેણાંકનો દાખલો, રેશન કાર્ડ માટેનું એફિડેવિટ, આવકનો દાખલો, નામ બદલવા માટેનું એફિડેવિટ, અનામતમાં ન હોય તેવી જાતિનો દાખલો અન્ય તૈયાર એફિડેવિટ.
આમ હવે ભંડવાલ ગ્રામ પંચાયતમાં થશે ૨૨ પ્રકારની કામગીરી હવે અરજદારો દ્વારા ગુજરાત સરકાર ની આ ડિજિટલ પહેલ ને વધાવી લીધી છે , તો આજે કામગીરી શરૂ કરાઈ અને પ્રથમ ગામના અરજદારનું સોગંધનામું online કાઢીઆપી શુભારંભ કરવામાં આવ્યુ હતુ જેમાં ઉપસ્થિત વડાલી મામલતદાર, વડાલી તાલુકા વિકાસ અધિકારી, રે.તલાટીશ્રી પાર્થ વાઘેલા, નાયબ મામલતદાર, વિસ્તરણ અધિકારી, તેમજ ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને ડે. સરપંચશ્રી પૂ.ડે. સરપંચશ્રી, ગ્રામ પંચાયત ના સભ્યશ્રીઓ, તેમજ ગ્રામ પંચાયત ના તલાટીશ્રી પરેશભાઈ તડવી, પંચાયતના VCE મુકેશભાઈ રાઠોડ, પંચાયતના સેવક દસરથભાઈ પટેલ તેમજ ગામના અરજદાર હાજર રહયા હતા.
અરજદાર પટેલ વિષ્ણુભાઈ રામાભાઈ દ્વારા સરકારની ડીઝીટલ ક્રાંતિ સેવા જે ગ્રામ પંચાયતમા ઉપલબ્ધ થઈ જેનું પોતાનું કામ ગ્રામપંચાયત માં થતા સમય, પૈસા બચાવી થતી કામગીરીને બિરદાવી હતી, અને ગુજરાત સરકાર અને ગ્રામ પંચાયતનો આભાર માન્યો હતો અને ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા રાજ્ય સરકાર, ધારાસભ્ય હિતુભાઈ કનોડિયા વડાલી તાલુકા પંચાયતના પ્રમુખ વિજયભાઈ તેમજ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતના અધિકારીશ્રીઓનો પણ આભાર માની આવનારા સમયમાં આજુબાજુના તમામ ગામોના દરેક ગ્રાહકોનું કામ ગ્રામ પંચાયતમાં પણ કરવા માટે ગ્રહકોને પંચાયતની મુલાકાત લેવા સરપંચ દ્વારા જણાવ્યું હતુ.