ખેડબ્રહ્મા : તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યશાળા યોજાઈ

ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ,પી.આર.આઈ વર્કશોપ તારીખ 8 10 2020 ના રોજ પ્રાંત અધિકારી શ્રી શાહ સાહેબ ના અધ્યક્ષ સ્થાને પ્રાંત કચેરી ખેડબ્રહ્મા ખાતે યોજાયો હતો. આગામી સમયમાં નવરાત્રી અને તહેવારો ની શરૂઆત થઈ રહી છે ત્યારે કોરોના મહામારીમાં સોશિયલ distance જાળવી, સેનેટ રાઈઝર નો ઉપયોગ અને ફરજિયાત માસ્ક પહેરવા ની સલાહ પ્રાંત અધિકારી શ્રી શાહ સાહેબે આપી હતી.
આરોગ્ય વિભાગની 10 વર્ષની સફર…
માનવ વિકાસ જનસુખાકારી ની વિવિધ યોજનાઓ જેવી કે…. ચિરંજીવી યોજના,બાલ સખા મમતા અભિયાન, શાળા આરોગ્ય કાર્યક્રમ, સમગ્ર રાજ્યમાં ૧૦૮ની સુવિધા, સલામત પ્રસૂતિ સેવાઓ, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, નવજાત શિશુની સેવાઓ, બાળ રસીકરણ, બાળકો માટે પોષણ સેવાઓ, સંકલિત બાળ વિકાસ યોજના, કુપોષણ દૂર કરવા 10 પગલા, દીકરી યોજના, આયુષ્યમાન ભારત યોજના, શાળા આરોગ્ય કાર્યક્રમમાં દ્રષ્ટિ કાર્યક્રમ જેવા કાર્યક્રમો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવે છે તેની સવિસ્તાર માહિતી તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર. ડી. ગોસ્વામીએ આપી હતી.
આ કાર્યક્રમમાં મામલતદાર શ્રી જી.ડી ગમાર સાહેબ, તાલુકા પ્રમુખશ્રી કસનાભાઈ, તાલુકા પંચાયતના પદાધિકારીઓ, તાલુકા પંચાયત કારોબારી સમિતી ના ચેરમેન શ્રી બાપુ સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસના કર્મચારીઓ , જિલ્લા પંચાયત સદસ્ય શ્રી વસંતભાઈ પટેલ તથા પીએસસી સેન્ટરના તમામ ડોક્ટર શ્રીઓ હાજર રહ્યા હતા. જોગાનુજોગ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો.ગોસ્વામી સાહેબ નો આજે બર્થ ડે હોય ઉપસ્થિત તમામ કર્મચારી મિત્રો એ તેમને બર્થ ડે વિશ કર્યું હતું.
ધીરુભાઈ ખેડબ્રહ્મા