SMC નો પ્રજાને ફરજીયાત માસ્ક પહેરવા આગ્રહ, જ્યારે કચરાની ગાડીવાળા માસ્ક વિનાના

છેલ્લા ઘણાં લાંબા સમયથી કોરોનાની મહામારી ચાલી રહી છે.આ ચેપ વધુ ન ફેલાય એ માટે સરકારી વહીવટીતંત્ર તરફથી અનેક સૂચનો પ્રજાને કરવામાં આવી રહ્યા છે.સાથે જ અમલ ન કરનારા પાસેથી દંડ પણ વસુલ કરવામાં આવી રહ્યો છે.સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનર પ્રજાને ફરજીયાત માસ્ક પહેરવાનો આગ્રહ કરી રહ્યા છે જ્યારે પાલિકાના કોન્ટ્રાકટ ઉપર ચાલતી ડોર ટુ ડોર કચરાની ગાડીવાળાઓ અને કામદારોએ ખાસ માસ્ક પહેરવા જોઈએ. પણ માસ્ક પહેર્યા વિના જ કચરો ઉઠાવી રહ્યા છે.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ- સુરત)