વડાલીના ઘંટોડી ગામના ખેતરમાંથી અજગર પકડાયો

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ઘંટોડી ગામના પરમાર પરાગભાઈ ખેમાભાઈના સર્વે નંબર-૨૮૫ના ખેતરમાં અજગર દેખતા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા વડાલી નોર્મલ રાઉન્ડ સ્ટાફના માણસો લોકેશન મળ્યા મુજબ સ્થળ પર આવી અજગર પકડવાનું રેસ્કયુ હાથ ધરવામાં આવ્યુ હતુ અને ભારે જહેમત બાદ અજગરનુ રેસ્કયુ ૧૧:૧૩ કલાકે કરાયુ હતુ તેની લંબાઈ આશરે ૮ ફુટ જેટલી હતી, અને ત્યારબાદ નોર્મલ રાઉન્ડ સ્ટાફ દ્વારા અજગરને જંગલ વિસ્તારમાં સુરક્ષિત જગ્યાએ છોડી દેવાયો હતો.