કરણનગર પરમાનંદ સિટીના શુભારંભે 5 દિવસીય વિષ્ણુયાગ યજ્ઞની પુર્ણાહુતિ

કડીના પોશ વિસ્તાર કરણનગર રોડ ખાતે ગોકુલ પાર્ટી પ્લોટની સામે સુંદર અને શાંત વિસ્તારમાં નવીન પરમાનંદ સિટી બનાવા જઇ રહેલ છે તે નિમિત્તે પાંચ દિવસના વિષ્ણુ યાગનું યજ્ઞ વિદ્વાન પંડિતો દ્વારા આયોજન થયું હતું આ યજ્ઞનો શુભારંભ તા.૯/૧૦/૨૦ થયો હતો અને આજરોજ તેની પુર્ણાહુતી થઈ હતી આ પ્રસંગે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના ધર્મપત્ની પણ ઉપસ્થિત રહ્યા હતા તથા કડી એપીએમસીના ચેરમેન વિનોદભાઇ પટેલ પણ હાજર રહ્યા હતા અને પરમાનંદ સિટી બનાવનાર રાજુભાઇ શુકલ તથા તારક શુકલ ને શુભકામનાઓ આપી હતી.