માણાવદરની સરકારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ વિના દર્દીઓને થતી હેરાનગતી

માણાવદરની સરકારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ વિના દર્દીઓને થતી હેરાનગતી
Spread the love

માણાવદરમાં પપ બેડની અદ્યતન હોસ્પિટલ છે પણ તેમાં એમ્બ્યુલન્સની સુવિધા ન હોવાથી દર્દીઓને બીજે લાવવા લઇજવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહોયો છે.જેથી વહેલાસર એમ્બ્યુલન્સ ફાળવવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જગમાલભાઇ હુંબલે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે. હાલ કોરાનાની મહામારીમાં દરરોજ અનેક કેસ છતાં ઇમરજન્સી વખતે ગરીબો પરેશાન થઇ રહયા છે. અહી હોસ્પિટલમાં માનવ જીંદગી બચાવવા માટે એમ્બ્યુલન્સ ફાળવવા પૂર્વ પાલિકા પ્રમુખે ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી છે.

જેમાં જણાવ્યું કે 55 બેડની હોસ્પિટલ અને તાલુકા મથકે આવેલ 55 ગામોના આરોગ્યલક્ષી સેવા માટે આવતા હોય છે. લાખોની વસ્તી ધરાવતા તાલુકા ની એકમાત્ર અદ્યતન હોસ્પિટલ છે. જેમાં એમ્બ્યુલન્સ જેવી મહત્વની સુવિધા બંધ હોવાનું જણાવ્યું છે એક બાજુ કોરોના ના અનેક કેસો છે. તેમા સર્ગભા મહિલાઓ, બાળકો, વૃધ્ધો, ગરીબો માટે જયારે જૂનાગઢ ઇમરજન્સી રીફર થવું પડે ત્યારે પ્રાઇવેટ વાહન પોસાય નહી તેવા સમયે સુવિધા ન મળે જીવન – મરણ વચ્ચે ઝોલા ખાવા પડે માટે તાકીદ નવી એમ્બ્યુલન્સ ફાળવો નહિતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી જગમાલભાઇ હુંબલે ઉચ્ચારી છે

અહેવાલ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)

IMG-20201017-WA0021.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!