ખેડબ્રહ્મા : ઇડર હાઈવે રોડ ઉપર Hotel Volga પાસે ટ્રકમાં લાગી આગ

ખેડબ્રહ્મા : ઇડર હાઈવે રોડ ઉપર Hotel Volga પાસે ટ્રકમાં લાગી આગ
Spread the love

ખેડબ્રહ્મા : ઇડર હાઈવે રોડ ઉપર hotel volga પાસે બટાકા ભરેલી ટ્રકમાં લાગી આગ. આજ રોજ તારીખ 24 -10- 20 ના રોજ ટ્રક નંબર પીબી એચબી A- 5385 ટ્રકમા hotel volga પાસે આગ લાગી હતી. ટ્રકના ચાલક રણવીર સિંઘ ગોર મેલસિંગ જાટ રહેવાસી શાહપુર તા. સમા પંજાબ થી બટાકા ભરી ટ્રક લઈને આવતા હતા ત્યારે hotel volga આગળ હાઈવે રોડ ઉપર ટ્રકનું પાછળનું ટાયર ફાટતા ટ્રકમાં એકાએક આગ લાગી હતી. જેની જાણ ઇડર પોલીસ સ્ટેશન તથા કંટ્રોલરૂમમાં કરવામાં આવતા પીસીઆર 4 તાત્કાલિક volga hotel આગળ પહોંચી હતી.

ટ્રકમાં આગ બેકાબૂ બને તે પહેલા પીસીઆર ના ઇન્ચાર્જ એ.એસ.આઇ ભારતીબેન વાસુદેવે ઇડર ફાયર બ્રિગેડ ને જાણ કરતા કમલભાઈ તાત્કાલિક ફાયર બ્રિગેડ લઇને આવી ગયા હતા. વધુ જાનહાનિ ન થાય તે માટે ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી આમ તાબડતોબ ઈડર પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમની મદદ મળતાં મોટી જાનહાની થતાં અટકી હતી ડ્રાઇવર કે કોઈ માણસો ને ઈજા પહોંચી ન હતી. તેવું ઇડર એસ આઇ શ્રી ભારતીબેન એ જણાવ્યું હતું.

ધીરુભાઈ (ખેડબ્રહ્મા)

IMG20201024103208.jpg

Dhirubhai Parmar

Dhirubhai Parmar

Right Click Disabled!