ખેડબ્રહ્મા : રાજ્યસભા સાંસદ શ્રી રમીલાબેન બારાના કાર્યાલયનું ઉદ્ઘાટન

ખેડબ્રહ્મા : રાજ્યસભા સાંસદ શ્રી રમીલાબેન બારાના કાર્યાલયનું ઉદ્ઘાટન
Spread the love

વિજયાદશમી દશેરા ના રોજ રાજ્યસભા સાંસદ શ્રી રમીલાબેન બારાના ના કાર્યાલયનું ઉદઘાટન સવારે 9:00 ખેડબ્રહ્મા હાઈવે રોડ રેસ્ટ હાઉસ ની આગળ કરવામાં આવ્યું હતું. ખેડબ્રહ્મા તાલુકા ના લોકોના પ્રશ્નો ને વાચા આપવા તેમજ ખેડબ્રહ્મા તાલુકાના લોકોને છેક ગાંધીનગર સુધી લંબાવું ન પડે તે માટે તેમના દરેક પ્રશ્નો લેખિત સ્વરૂપે કાર્યાલય ખાતે સ્વીકારવામાં આવશે અને તેનો ઝડપથી ઉકેલ લાવવા માટે હું સતત પ્રયત્નશીલ રહીશ. સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને સરળતાથી મળે તે માટે લોકોને કાર્યાલય તરફથી guideline મળતી રહેશે.

આપ સૌએ મને રાજ્યસભા સાંસદ સભ્ય સુધીની સફર કરાવી છે તે બદલ ખેડબ્રહ્મા તાલુકાની જનતાનો, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો, ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણીનો નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલનો અને પ્રદેશ ભાજપ ના પદાધિકારીઓનો અને ખેડબ્રહ્મા તાલુકાના ભાજપના કાર્યકરો નો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું તેવું સંસદ સભ્ય શ્રી રમીલાબેન બારા એ જણાવ્યું હતું. ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ મંત્રી શ્રી હિતેન્દ્રસિંહ બાપુ તથા તાલુકા અને જિલ્લાના ભાજપના પદાધિકારીઓ હાજર રહ્યા હતા

ધીરુભાઈ (ખેડબ્રહ્મા)

IMG20201025100246.jpg

Dhirubhai Parmar

Dhirubhai Parmar

Right Click Disabled!