માંગરોળ પોલીસ મથક ખાતે હથિયારોની કરવામાં આવેલી પૂજા

આજે તારીખ ૨૫ મી ઓક્ટોબરનાં રોજ દશેરાનો તહેવાર હોય, હિન્દૂ શાસ્ત્ર મુજબ આ દિવસે હથિયારોની પૂજા કરવામાં આવતી હોય, માંગરોળ પોલીસ મથકનાં પી એસ આઈ પરેશ એચ નાયી એ પોલીસ મથક ખાતે જે સરકારી હથિયારો છે.એની હિન્દૂ શાસ્ત્ર મુજબ માંગરોળ ગામના પરેશ મહારાજને બોલાવી માંગરોળ પોલીસ મથક ખાતે જે રૂમમાં હથિયારો રાખવામાં આવે છે.એ રૂમમાં પી એસ આઈ પરેશ એચ નાયી અને પોલીસ મથકનાં અન્ય જવાનો તૃષિતભાઈ મનસુખભાઇ, અનિલકુમાર દિવાનસિંહ વગેરેઓની હાજરીમાં હથિયારોની પૂજા વિધિ કરવામાં આવી હતી.સાથે જ પુષ્પો થી હથિયારોને સળગારવામાં. આવ્યા હતા.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)