સુરતમાં ગંદા પાણીને શુદ્ધ કરવા પમ્પીંગ સ્ટેશન કાર્યરત

11 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં 1173 એમ.એલ.ડ. અને 60 સુએઝ પમ્પીંગ સ્ટેશન દ્વારા 2038.50 એમ.એલ.ડી પાણી શુદ્ધ કરાય છે.99.50 ટકા વસ્તીને વસતિને સુઆયોજિત સુએજ સીસ્ટમથી આવરી લેવામાં આવી મહાનગરપાલિકા દ્વારા સુઆયોજિત ભુર્ગભ ગટર વ્યવસ્થા મારફતે શહેરમાંથી ઉત્પન્ન થતા ગંદા પાણીનું એકત્રિકરણ કરી શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી શુદ્ધિકરણ કરવામાં આવે છે.
ગંદા પાણીના અસરકારક એકત્રિકરણ તથા શુદ્ધિરણ માટે ભુર્ગભ ગટર વ્યવસ્થા અંતર્ગત 11 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં 1173 એમ.એલ.ડી. અને 60 સુએઝ પમ્પીંગ સ્ટેશન દ્વારા 2038.50 એમ.એલ.ડી અને અંદાજે 1957 કિલો મીટર ભુર્ગભ ગટર લાઈન કાર્યરત છે. પાલિકાના કુલ કાર્યક્ષેત્રમાં 236.51 ચો.કિ.મી. વિસ્તાર પૈકી 94 ટકા રહેણાંક વિસ્તાર અંતર્ગત 99.50 ટકા વસ્તીને વસતિને સુઆયોજિત સુએજ સિસ્ટમથી આવરી લેવામાં આવી છે.
રહેણાંક વિસ્તાર અંતર્ગત 99.50 ટકા વસ્તીને વસતિને સુઆયોજિત સુએજ સિસ્ટમથી આવરી લે છે. રહેણાંક વિસ્તાર અંતર્ગત 99.50 ટકા વસ્તીને વસતિને સુઆયોજિત સુએજ સિસ્ટમથી આવરી લે છે.સેકન્ડરી ટ્રીટેડ વેસ્ટ વોટર માટે ટ્રાન્સમીશન લાઇનવર્ષ 2019-20માં સુએજ સિસ્ટમના કામો અંતર્ગત હયાત સુએજ નેટવર્કના સુધારણા હેઠળ 23.70 કિ.મી. સુએજ નેટવર્ક લાઈનો અને 19.80 કિ.મી. સુએજ નેટવર્ક લાઈનો તથા 41.05 રાઈઝીંગ મેઈન ટ્રાન્સમીશન લાઈનો નાંખવામાં આવી છે.
ભટારથી બમરોલી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી સેકન્ડરી ટ્રીટેડ વેસ્ટ વોટર માટે ટ્રાન્સમીશન લાઇન અને પાલ, પાલનપોર વિસ્તારની હયાત ડ્રેનેજ નેટવર્ક ઓગ્મેન્ટેશન તેમજ વેસુ-ભરથાણામાં ડ્રેનેજ સુવિધા પુરી પાડવા અંતર્ગત ડ્રેનેજ ગ્રેવીટી નેટવર્ક તથા આનુસાંગિક ખજોદ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટને જોડતી એમ.એસ. રાઇઝીંગ મેઈન નળિકાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
સાઉથ ઝોન (ઉધના) વિસ્તાર માટે નવા ઉન સુએઝ પમ્પીંગ સ્ટેશનથી ડિંડોલી તથા લિંબાયત વિસ્તારમાં પ્રતાપનગર પમ્પીંગ સ્ટેશન વિસ્તારની રાઇઝીંગ મેઈન લાઈનની કામગીરી પૂર્ણ કરવા આવેલ છે. વરીયાવ ગામના આંતરિક રસ્તાઓ પર બાકી રહેલા ડ્રેનેજ નેટવર્ક નાંખવામાં આવી છે.
સુએઝ પમ્પીંગ સ્ટેશનના કામો અંતર્ગત છાપરાભાઠા, સીમાડા, મગોબ, અલથાણ, નવા આંજણા (ભાઠેના), નોર્થ ઉમરા, પ્રતાપનગર, પીપલોદ, ભરીમાતા સુએઝ પમ્પીંગ સ્ટેશન ખાતે ઈલેકટ્રીકલ/મિકેનીકલ ઓગમેન્ટેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તેમજ નવાગામ, લિંબાયત વિસ્તારમાં પ્રતાપનગર, ટી.પી.સ્કીમ નં.5 અને 13 (વેસુ – ભરથાણા)માં ડ્રેનેજ સુવિધા પુરી પાડવા અંતર્ગત ટી.પી.સ્કીમ નં. 13 ફા.પ્લોટ નં.168 ખાતે 142.80 એમ.એલ.ડી. ક્ષમતાના સુએઝ પમ્પીંગ સ્ટેશન બનાવવાની કામગીરી સંપન્ન થઇ છે.