આજે ઈન્ટરનેટ ડે : ઈન્ટનેટ આશીર્વાદ કે ભાવિ પેઢી માટે જોખમ !

આજે ઈન્ટરનેટ ડે : ઈન્ટનેટ આશીર્વાદ કે ભાવિ પેઢી માટે જોખમ !
Spread the love

આજે ઈન્ટરનેટ નો વ્યાપ એટલો બધો વધી ગયો છે કે તેના વગર દુનિયા સાથે તાલ મિલાવવા લગભગ અશક્ય છે.આજે તા.૨૯ ઓક્ટોમ્બર એટલેકે ઈન્ટરનેટ દિવસ… સમગ્ર વિશ્વ ઈન્ટરનેટ ના સહારે ડિજિટલ સુવિધા ભોગવી રહ્યું છે એની ના નથી પણ આજે શહેર થી મોંડી ગામડાઓ સુધી ઈન્ટરનેટ ની સુવિધાઓ વિસ્તર્યા પછી અમુક વર્ગ સુધી તે આશીર્વાદ છે પણ નાના બાળકો ને નેટ નું લાગેલું વળગણ વ્યસન બનતું જાય છે જે ચિંતા નો વિષય છે.

ઈન્ટરનેટ ના ફાયદા સાથે ધેર ફાયદા પણ ગણા છે અને તેના માધ્યમ થી સાઈબર ગુનાઓ નું પ્રમાણ સતત વધી રહ્યું છે.કોરોના કાળ માં શાળા ઓ બંધ છે અને બાળકો ને ધરે બેઠા ઓનલાઈન શિક્ષણ ઈન્ટરનેટ ના માધ્યમથી જ અપાઈ રહ્યું છે પણ શિક્ષણ સિવાય ના સમય માં પણ બાળકો ઈન્ટરનેટ નું વળગણ છોડી શકતા નથી એ ભાવી પેઢી માટે ક્યાંક ને ક્યાંક જોખમી નીવડી શકે તેમ છે.એક સમય હતો જ્યારે બાળકો ખુલા મેદાન માં ગિલ્લી દંડા,પક્કડ દાવ રમતા જોવા મળતા હતા પણ ઈન્ટરનેટ ના આવિષ્કાર પછી સ્થિતિ બદલાઈ છે. બાળકોની તમામ રમતો આઉટડોર ના બદલે ઈન ડોર થઈ છે.

મોબાઈલ અને લેપટોપ માં બાળકો ગળા ડૂબ બની ગયા છે .જેના કારણે મુક્ત બાળપણ છીનવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે.સરકાર પણ ઈન્ટરનેટ નો વ્યાપ વધારવા ના પ્રયાસ સાથે આગળ વધી રહી છે અને અંતરિયાળ ગામો ને ડિજિટલ ઈંડિયા સાથે જોડી રહી છે તે સુવિધા માટે સારી બાબત છે પણ બાળકો માટે ઈન્ટરનેટ આશીર્વાદ ગણવું કે વ્યસન તે સવાલ નો જવાબ શોધવો જ પડશે કેમ કે સતત ઈન્ટરનેટ ના માધ્યમ થી બાળકો ના મૂળભૂત સ્વભાવ માં બદલાવ આવી ગયા નું અનેક વાલી બોલી રહ્યા છે.

સવાર થી સાંજ સુધી મોબાઈલ માં ઈન્ટનેટ સેવા થી બાળકો કોઈ ને કોઈ સાઈટ કે ગેમ ખોલી બેસી જાય છે .જેમાં તેમને રોકવામાં આવે તો તરત ચીડિયાપણું બહાર આવતું હોય છે.જેથી અમુક હદ સુધી તો ધર માં ઈન્ટરનેટ ની ઉપયોગ આશીર્વાદ રૂપ જરૂર કહી શકાય પણ જે રીતે બાળકો ને તેનું વ્યસન લાગ્યું છે તે જોતાં ખેલતા કૂદતાં બાળપણ માટે તો આફત ન બને તોજ નવાઈ હશે.

દિનેશ નાયક, સરડોઇ

IMG-20201029-WA0077.jpg

Admin

Dinesh Nayak

9909969099
Right Click Disabled!