જીપીએસસી દ્વારા વર્ગ 1-2 અને 3ની માટે ભરતી પ્રક્રિયા

જીપીએસસી દ્વારા વર્ગ 1-2 અને 3ની માટે ભરતી પ્રક્રિયા
Spread the love

અમદાવાદ : કોરોનામાં જ્યાં સરકારી ભરતીઓમાં કાપની ચર્ચાઓ ઉઠી છે ત્યારે ગુજરાત જાહેર સેવા આયોગ-જીપીએસસી દ્વારા કલાસ 1-2 અને 3ની નવી 1203 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામા આવી છે. જીપીએસસી દ્વારા મુલ્કી સેવાઓ અંતર્ગત નાયબ જિલ્લા કલેકટર-નાયબ જિલ્લા વિકાસ અધિકારીની 15, નાયબ પોલીસ અધિક્ષકની 20, જિલ્લા નાયબ રજિસ્ટ્રારની 3, મદદનીશ રાજ્યવેરા કમિશ્નરની 38, નાયબ નિયામક (અનુ.જાતિ કલ્યાણ)ની-1 સહિત કલાસ-1ની 77 જગ્યાઓ માટે તથા વર્ગ -2ની 123 જગ્યાઓ માટે તથા અન્ય કચેરીઓ-સંસ્થાઓ અને વિભાગોમાં વર્ગ 1-2 અને વર્ગ -3ની મળીને એક હજારથી વધુ જગ્યાઓ છે.

કુલ મળીને કલાસ 1થી3માં 1203 જેટલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામા આવી છે. ઓનલાઈન અરજી 10 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી થઈ શકશે. પ્રિલિમ લેખિત પરીક્ષા 2021ના વર્ષમાં 21મી માર્ચે લેવાશે અને જેનું પરિણામ મે-માં જાહેર થશે. જ્યારે 18 જુલાઈએ મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે. મુખ્ય પરીક્ષાનું પરિણામ ઓક્ટોબરમાં જાહેર થશે. ત્યારબાદ ઈન્ટરવ્યુ થશે અને આખરી પરિણામ-સીલેકશન લિસ્ટ 30 નવે.2021 સુધીમાં જાહેર કરાશે. સતત ચોથા વર્ષે કલાસ 1 અને 2ની ભરતી પ્રક્રિયા જાહેરાત કરવામા આવી છે.

r5uctNY.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!