પાખંડીની સેવિકા ગુરૃપૂર્ણિમા અને બર્થડેની ઉજવણી કરાવતી હતી

વડોદરા વારસીયા અને ગોત્રીના દયાનંદ પાર્કમાં બગલામુખી આશ્રમ ધરાવતા પાખંડી પ્રશાંત ઉપાધ્યાયની ડાબી અને જમણી ગણાતી બે ખાસ શિષ્યાઓ દ્વારા મહિલા ભક્તોને આંજવા માટે આશ્રમમાં ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હતું. ભક્તગણમાંથી મળતી માહિતી મુજબ,ખાસ કરીને ગુરૃપૂર્ણિમા અને પ્રશાંતની બર્થડે ની ઉજવણી કેવી રીતે ખાસ અને ઝાકમઝાળ કરવી તેનું આયોજન દિશા જોન અને દિક્ષા ઉર્ફી દીદીમા દ્વારા કરવામાં આવતું હતું.ગુરૃના સ્વાગત માટે કઇ મહિલા ફૂલો પાથરશે,કેક લાવશે,
ચરણ પખાળશે, ઢોલ-શરણાઇ વગેરેની સેવા બંને શિષ્યાઓ દ્વારા સામે ચાલીને ફોન કરીને આપવામાં આવતી હતી. શિષ્યાઓ પાસે મસાજ કરાવતો હતો પ્રશાંત ગુરૃ મસાજનો શોખીન હતો અને પગ દબાવવાના નામે શિષ્યાઓને બેડરૃમમાં બોલાવતો હતો. કઇ શિષ્યા તેના બેડરૃમમાં આવશે તેની વાત દિશા સાથે થઇ જતી હતી અને દિશા મહિલાને તૈયાર કરતી હતી.જો કોઇ મહિલા માનવાનો ઇનકાર કરે તો ગુરૃજી કેટલું નુકસાન કરી શકે છે તેમ કહી ગર્ભિત ધમકી આપતી હતી.