હિન્દુસ્તાન સ્કાઉટ અને ગાઇડ્સ એસોસિએશન ગુજરાત રાજ્ય ગાંધીનગર જિલ્લાના હોદ્દેદારની નિમણુંક

હિન્દુસ્તાન સ્કાઉટ અને ગાઇડ્સ એસોસિએશન એ ભારત સરકાર ના મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ દ્વારા પ્રમાણિત સંસ્થા છે જેનું ગુજરાતનું મુખ્યમથક અમદાવાદ છે.
માનનીય શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા હિન્દુસ્તાન સ્કાઉટ અને ગાઇડ્સ ગુજરાત એસોસિએશન પ્રેસિડેન્ટ તથા ADGP IPS શ્રી અનિલ પ્રથમ ગુજરાત રાજ્યના મુખ્ય કમિશનર છે.
હિન્દુસ્તાન સ્કાઉટ અને ગાઇડ્સ ગુજરાત એસોસિએશનના કાર્યક્ષેત્ર વિસ્તરણ અને પ્રવુતિઓને વેગ આપવા માટે ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના હોદ્દેદારની નિમણુંક કરવામાં આવી છે.
જે અંતર્ગત હિન્દુસ્તાન સ્કાઉટ અને ગાઇડ્સ ગુજરાતના મુખ્ય કમિશનર ADGP IPS શ્રીશ્રી અનિલ પ્રથમ સર દ્વારા ગાંધીનગર જિલ્લાની વહીવટી ઓફિસનું ઉદઘાટન કરવામાં આવ્યું અને હોદેદ્દારો ને નિમણુંક પત્ર એનાયત કરવામાં આવ્યા.
હિન્દુસ્તાન સ્કાઉટ અને ગાઇડ્સ ગુજરાત એસોસિએશન ની રાજ્ય કાઉન્સિલ ગાંધીનગર જિલ્લા ના હોદેદ્દારો ને અભિનંદન પાઠવે છે તથા જિલ્લા માં સ્કાઉટ અને ગાઇડ્સ ના જાગૃતિભર્યા કાર્ય કરવા પ્રેરણા આપે છે.
શ્રી તુષાર રાવલ – ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ નોડલ ઓફિસર
શ્રી દિપક વ્યાસ – ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કમિશનર સ્કાઉટ્સ
શ્રી બિપીનભાઈ પટેલ – ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ આસિસ્ટન્ટ કમિશનર
શ્રી હિતાર્થ શ્રોત્રિય – ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ કમિશનર
શ્રી રાજન ત્રિવેદી – ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી
શ્રી પાવન વ્યાસ – ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ ઓર્ગનીઝીંગ કમિશનર
- શ્રી કુમારસિંહ ગઢવી – ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ જોઈન્ટ સેક્રેટરી
- શ્રી ચિરાગસિંહ રાઓલ – ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ જોઈન્ટ ટ્રેનિંગ કમિશનર