કડી : કચરા બાબતે મામલો વણસતાં પાલિકાના ચીફ ઓફિસર સહિત પાંચ સામે ફરીયાદ

કડી : કચરા બાબતે મામલો વણસતાં પાલિકાના ચીફ ઓફિસર સહિત પાંચ સામે ફરીયાદ
Spread the love

કડી શહેરમાં નગરપાલિકા ની સામે આવેલ સીટી પાર્ક સોસાયટીની મહિલાએ કચરો લેવા આવતા સાધનમાંથી કચરો તેના ઘર આગળ ઢોળાતો હોવાની રજુઆત કરતા વાત વણસી જતા મહિલાએ પાલિકાના ચીફ ઓફિસર,સેનેટરી ઇન્સ્પેકટર ,સોસાયટીના પ્રમુખ,પાલિકાનો સફાઈ કર્મચારી તથા બાબાભાઈ નામના ઈસમ સામે કડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. કડી શહેરમાં સરકારી સેવાની અમલદારીમાં મોટી ઘટના સામે આવી છે.કડી પાલિકાનું વાહન રોજેરોજ વિવિધ સોસાયટીઓમાંથી કચરો ઉઘરાવાનું કામ કરે છે.

થોડા દિવસો અગાઉ સીટી પાર્ક સોસાયટીમાં ફરીયાદી મહિલાના ઘર આગળ થી કચરો ભરીને વાહન પસાર થયું હતું ત્યારે મહિલાના ઘર આગળ બમ્પ હોવાથી વાહન કૂદતાં કચરો મહિલાના ઘર આગળ ઢોળાતો હતો જેથી મહિલાના ઘર આગળ ગંદકી થતા મહિલાએ ઘર બહાર આવી વાહન ચાલકને રજુઆત કરતા તેણે ઉદ્ધત જવાબ આપી મહિલાનું અપમાન કર્યું હતું.મહિલા તેના ઘર આગળ ઢોળાયેલ કચરો નાખવા માટે વાહન ચાલકને ઉભું રાખવાનું કહેતા વાહન ચાલકે વાહન બહાર જ ઉભું રહેશે તમારે ત્યાં આવી કચરો નાખી જવાનો તેમ કહી મહિલા સાથે અણછાજતું વર્તન કર્યું હતું.

કચરાની બાબતમાં તેણીનીએ સોસાયટીના પ્રમુખ ને રજુઆત કરતા મામલો બીચકયો હતો અને તેના ઘેર બાબાભાઈ,પાલિકાનો સફાઈ કર્મચારી તથા પ્રમુખ તથા કચરો લઈ જતા વાહન ચાલકે મહિલા સાથે અણછાજતું વર્તન કરી ગાળો બોલી ધમકી આપી હતી.આથી તેણીનીએ નગરપાલિકામાં ચીફ ઓફિસર ને રજુઆત કરતા ચીફ ઓફિસરે ઉશ્કેરાઈ જઈ મહિલા સાથે અસભ્ય વર્તન કરતા તેણીની ઘેર પરત ફરી હતી.બીજા દિવસે નગરપાલિકાના ચીફ ઓફિસર કલ્પેશ આચાર્ય તેણીના ઘેર જઈ કચરો નાખવા તમારે એડજસ્ટ થવું પડશે એમ કહી ઉદ્ધત વર્તન કરતા તેણીનીએ કડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

સમગ્ર બાબતે મહિલાએ કડી પોલીસ સ્ટેશનમાં કડી પાલિકાના ચીફ ઓફિસર સહિત 5 ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો છે.કડી પોલીસે આઈપીસી કલમ 504,506(2) અને 114 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે જેમાં બાબાભાઈ,નગરપાલિકાના કચરા બાબતના કોન્ટ્રાકટર,સોસાયટીના પ્રમુખ પિયુષ પટેલ,ચીફ ઓફિસર અને પાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર કલ્પેશ આચાર્ય સહિત પાંચ વ્યક્તિને આરોપી તરીકે નોંધાવ્યા છે.પાલિકાના ચીફ ઓફિસર નરેશ પટેલ ,સેનેટરી ઇન્સ્પેકટર સહિતના અધિકારીઓ ઉપર ગુન્હો નોંધાતા કડી શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Dhaval Add IMG-20201106-WA0000.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!