બનાસ ડેરીએ ગત વર્ષનો સર્વાચ્ચ આંક વટાવી 73.93 લાખ લીટર દૂધનું સંપાદન કર્યુ

ડિસા જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકાની સમી બનાસડેરીએ આજે દૂધ સંપાદનમાં ગત વર્ષનો ૭૩.૭૨ લાખ લીટરનો આંક વટાવી ને ૭૩.૯૩ લાખ લીટર દૂધનું સંપાદન કરતા બનાસમાં સર્વોચ્ચ દૂધ સંપાદનનો નવો અધ્યાય આલેખાયો હતો. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જિલ્લાના દૂધ ઉત્પાદકોને અભિનંદન આપતાં જણાવ્યું છે કે આપ સૌની મહેનત અને બનાસ ડેરી પ્રત્યેના ભરોસાને કારણે આજે બનાસમાં દૂધ સંપાદનનો સર્વોચ્ચ સ્કોર નોંધાયો છે.
તેમણે બનાસના દૂધ ઉત્પાદકોને હૈયાધારણ આપતાં જણાવ્યું કે દૂધના જંગી વધારાને પહોંચી વળવા બનાસ ડેરીનું તંત્ર સંપૂર્ણ સજજ છે અને એક પણ દિવસ “મિલ્ક હોલી ડે” રાખવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં વધતા જતા દૂધના પુરવઠાને પહોંચી વળવા દિયોદર તાલુકાના સણાદર ગામે ૩૦ લાખ લીટર પ્રતિદિન ક્ષમતા ધરાવતા નવા ડેરી પ્લાન્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આગામી એક દોઢ વર્ષમાં તેનું કામ પણ પૂર્ણ થશે.
અહેવાલ : મનુભાઈ સોલંકી (બનાસકાંઠા)