હળવદ : સાપકડા ગામેથી અંગ્રેજી દારૂનો જથ્થો કબ્જે કરતી મોરબી LCB

પોલીસ અધિક્ષકશ્રી મોરબી એસ.આર. ઓડેદરા સાહેબએ દારૂની બદી સદંતર નાબુદ કરવા માટે શ્રી વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને જરૂરી માર્ગદર્શન અને સુચના આપતા એલ.સી.બી.ના પોલીસ કોન્સ્ટબલ પૃથ્વીસિંહ જાડેજા તથા પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ કોન્સ્ટબલ સહદેવસિંહ જાડેજાને ખાનગીરાહે મળેલ હકિકત આધારે હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા ઘનશ્યામસિંહ ગંભીરસિંહ ઝાલાએ સાપકડા ગામે બટુક આશ્રમની બાજુમાં નવું મકાન બનાવેલ હોય જે મકાનમાં ચોરખાનું બનાવેલ.
જેમાં અંગ્રેજી દારૂનો જથ્થો છુપાવેલ હોવાની ચોકકસ હકિકત મળેલ હોય જે હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા ચોરખાના માંથી જુદી – જુદી બ્રાન્ડની અંગ્રેજી દારૂની બોટલ નંગ -૩૦૮ કીંમત રૂપીયા ૯૨,૪૦૦ / – નો મુદ્દામાલ કબજે કરી આરોપી ઘનશ્યામસિંહ ગંભીરસિંહ ઝાલા રહે . સાપકડા તા . હળવદ વાળા વિરૂધ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન અંગેનો ગુનો મોરબી એલ.સી.બી. એ રજીસ્ટર કરાવેલ છે .
કામગીરી કરનાર અધિકારી / કર્મચારીઓ
શ્રી વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર, એન.બી.ડાભી પો.સબ.ઇન્સ . એલ.સી.બી. મોરબી , તથા પો . હેડ કોન્સ.વિક્રમસિંહ બોરાણા , દિલીપ ચૌધરી તથા પોલીસ કોન્સ . પૃથ્વીરાજસિંહ જાડેજા સહદેવસિંહ જાડેજા