ખેડબ્રહ્મા ખાતે પ્રાથમિક શિક્ષકોની જગ્યાઓ વધ-ઘટ કેમ્પનું આયોજન

- સાબરકાંઠા જિલ્લાના ઈતિહાસમાં પ્રથમવાર ટ્રાયબલ તાલુકાઓમાં 100% પ્રાથમિક શિક્ષકોની જગ્યાઓ ભરાઈ
સાબરકાંઠા જિલ્લાના ઉત્સાહી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી હર્ષદભાઈ ચૌધરીના નેતૃત્વમાં જિલ્લાના પ્રાથમિક શિક્ષકોનો વધ ઘટ કેમ્પ શેઠ કે. ટી. હાઈસ્કૂલ ખેડબ્રહ્મા ખાતે યોજાઈ ગયો. જેમાં જિલ્લાના અંતરિયાળ તાલુકાઓમાં આજ દિન સુધી સો ટકા શિક્ષકોની ભરતી થવા પામી ન હતી ત્યારે વધ-ઘટ ના કેમ્પ યોજી છેવાડાની પ્રાથમિક શાળાઓ સુધી શિક્ષકોની ઘટ આજના કેમ્પના અંતે પરિપૂર્ણ કરવામાં આવી હતી. આ વધ ઘટ કેમ્પ થી ટ્રાયબલ વિસ્તારના તાલુકાઓના બાળકોને પ્રાથમિક શિક્ષણનો પૂરેપૂરો લાભ મળી રહેશે. જેનો યશ જીલ્લાના પ્રાથમીક શિક્ષણ વિભાગના વડા શ્રી હર્ષદભાઈ ચૌધરીને જાય છે.
આ કેમ્પમાં વધ ઘટ માં ભાગ લેનાર શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા. હાજર શિક્ષક મિત્રો ને ડીપીઓ શ્રી એ આવકારી અભિનંદન પાઠવ્યા હતા. આ કેમ્પમાં ડીપીઓ શ્રી ચોધરી સાહેબ, નાયબ ડીપીઓ શ્રી, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી જયેશભાઈ પટેલ, શ્રી ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ ખેડબ્રહ્મા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સુરેશભાઈ, મંત્રી શ્રી દિનેશભાઈ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.આર.પટેલ, બીઆરસી પિયુષભાઈ જોશી, તથા તાલુકા અને જિલ્લાના સંઘના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
ધીરુભાઈ (ખેડબ્રહ્મા)